બિહારના મુઝફ્ફર માં મોડી રાત્રે રોડ દુર્ઘટનામાં 7 લોકોની મૌત થઇ ગયી છે. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. જેમને ઉપચાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે થયી જયારે જાનૈયાઓ થી ભરેલી ગાડી અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થયી. આ ટક્કર એટલી ભયાનક હતી કે ગાડીના ફુરચા બોલી ગયા. આ ઘટના પછી મૃતક પરિવારમાં કોહરામ મચી ગયો છે. હાલમાં પોલીસ આખા મામલાની જાંચ કરવાની વાત કરી રહી છે.
આ ઘટના મુજ્જફરપૂર જિલ્લાના શકરા ચોકીના કેશવ પૂર હાટ ની છે. જાણકારી મુજબ શકરાના સમસ્તીપુરમાં મોડી રાત્રે બારાત ગયી હતી. ખાવાનું ખાધા પછી બારાતના લોકો ગાડીથી પાછા આવી રહ્યા હતા. રાત્રે લગભગ દોઢ વાગ્યે બારાતની ગાડી અને ટેન્કર વચ્ચે ટક્કર થયી. ટક્કર એટલું ભયાનક હતી કે ગાડીના ફુરચા બોલી ગયા. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને ઘાયલોને ઉપચાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા.
આપણે જણાવી દઈએ કે આખી ઘટનામાં 5 જાનૈયાઓ ત્યાં જ મૃત્યુ પામ્યા, જયારે બે લોકો ઉપચાર દરમિયાન મૃત્યુ પામ્યા. આખી ઘટનામાં ઘણા લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. જેમનો હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે મૃતકોના શવનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. આખી ઘટના પછી પીડિત પરિવા ની બધી જ ખુશીઓ માતમ માં ફેરવાઈ ગયી.
આખા મામલાની જાણકારી આપતા પોલીસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડ દુર્ઘટનામાં કુલ સાત લોકોની મૌત થઇ ચુકી છે. શવ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં ઘાયલો નો ઉપચાર ચાલી રહ્યો છે. પોલીસ આખી ઘટનાની જાંચ કરી રહી છે.
For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.subscribe to Gujarati Oneindia.