કામની ખબર: દેશભરમાં દવાના દુકાનદારો આજે હડતાલ પર છે

Posted By:
Subscribe to Oneindia News

દેશભરના લગભગ 9 લાખ દવાની દુકાનો આજે બંધ રહેશે, કારણ કે દેશભરના દવાના દુકાનદારો આજે એક દિવસની હડતાલ પર છે. દવાના દુકાનદારો દવાની ઓનલાઇન વેચાણને લઇને આ હડતાલ પર ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇજેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ મંગળવારે જંતર મંતર પર એકઠા થઇ આ અંગે વિરોધ પ્રદર્શન પણ કરશે. દવાના વેચાણકારોનું માનવું છે કે ઓનલાઇન વેચાણથી રિટેલ વેપાર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વળી દવાઓનું ઓનલાઇન વેચારણ પબ્લિક હેલ્થ માટે પણ ગંભીર ખતરા સમાન છે. સાથે જ કેમિસ્ટે સરકારની ઇ-ફાર્મેસી પોલીસીનો પણ વિરોધ કર્યો છે.

chemist

દવાના દુકાનદારોનું માનવું છે કે દવાઓનું ઓનલાઇન વેચાણ કરી ખોટી દવાઓનું ખોટી રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. એક દુકાનદારે તે પણ કહ્યું કે જ્યારે દેશમાં તેવો કોઇ કાયદો જ નથી તો પછી કેવી રીતે દવાઓને ઇન્ટરનેટ પર વેચી શકાય?  દવાના દુકાનદારોએ તેમ પણ જણાવ્યું કે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે દબાવ કરી રહી છે. પણ આ વચ્ચે માર્ઝિનને ઓછું કરવામાં તેમને જ નુક્શાન થઇ રહ્યું છે. વળી એસોસિયેશને કહ્યું કે તેમણે એમની માંગણીઓને અનેક વાર સરકારની સામે રાખી પણ સરકાર તરફથી આ અંગે કોઇ ઠોસ પગલા ના લેવાતા તે આ હડતાલ પર ઉતર્યા છે. વધુમાં એઆઇઓસીડીના એક વ્યક્તિએ કહ્યું કે "અમને દવાના વેચાણ સંબંધિત તમામ જાણકારી એક પોર્ટલ પર નાખવાનું કહેવામાં આવ્યું છે જે હાલની પરિસ્થિતિમાં શક્ય નથી"

English summary
9 lakh chemists are on strike today, big problem for patients. Read here more.
Please Wait while comments are loading...