For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

90 પાકિસ્તાની ઘૂસણખોરોની ભારતમાં Entry : ગૃહ મંત્રાલય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

border
નવી દિલ્હી, 28 નવેમ્બર: ભારત-પાકિસ્તાન બોર્ડર પર આ વર્ષે ઓછામાં ઓછામાં 90 પાકિસ્તાની ઘૂસણખોરોએ ભારતમાં પ્રવેશ કર્યો છે. જેથી દેશ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર પાકિસ્તાની ઘુસણખોરો સિવાય 14 ભારતીયો અને સાત બાંગ્લાદેશી નાગરિકોએ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો છે.

આ આંકડા જાસૂસી એજન્સીઓના રિપોર્ટ આધારિત છે. પાકિસ્તાનને અડીને આવેલી ભારતીય સીમાએથી 2011માં 63 ઘૂસણખોરો આવ્યાં હતા. પરંતુ આ વર્ષે 20 નવેમ્બર સુધી આ આંકડો 90 સુધી પહોંચી ગયો છે. ગૃહ મંત્રાલયને ખતરાને ધ્યાનમાં રાખતાં સુરક્ષા એજન્સીઓને બોર્ડર પર જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.

ભારતમાં 2010માં 94 પાકિસ્તાની ઘૂસણખોરોએ પ્રવેશ કર્યો હતો. 2009માં આ સંખ્યા 69 હતી. 2011માં સાત ભારતીયો, 13 બાંગ્લાદેશીઓ અને બે અન્ય નાગરિકોએ ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો છે. આ બધા ભારત-પાકિસ્તાન બોર્ડરથી આવ્યા હતા. 2010માં ઘૂસણખોરી કરનાર ચાર ભારતીય અને 19 બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે.

રસપ્રદ વાત એ છે કે 2011માં ભારત-નેપાળ બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતાં પાંચ ચીની નાગરિકો અને બે કોરયાઇ નાગરિકોએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. 2010 અને 2009માં બે સોમાલિયાઇ અને એક પાકિસ્તાની નાગરિકે ભારત-નેપાળ સીમાએથી ઘૂસણખોરી કરી હતી.

English summary
At least 90 Pakistani infiltrators entered India through the Indo-Pak border this year, raising serious concern in the security establishment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X