નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ મંત્રી પદ નહીં મળવાથી નારાજગી વ્યક્ત કરનારા આમ આદમી પાર્ટીના નેતા વિનોદ કુમાર બિન્નીએ પાર્ટી પર આરોપ લગાવ્યા છે કે જે મુદ્દાઓને લઇને અમે આમ જનતામાં ગયા છીએ, હવે પાર્ટી તેનાથી ફરી ગઇ છે. પાર્ટીની કથણી અને કરણીમાં બદલાવ આવી ગયો છે. બિન્નીની વાતને ‘આપ'માં બગાવતના રૂપમાં જોવામાં આવી રહી છે. બિન્નીએ કહ્યું કે, આ મુદ્દે તેઓ કાલે પત્રકાર પરિષદ કરશે અને સાચી વાત જનતાની સામે રાખશે.
બિન્નીએ કહ્યું કે, ‘આપ' પ્રત્યેની મારી નારાજગી મુદ્દાઓને લઇને છે. તેમણે એ વાતથી ઇન્કાર કરી દીધો કો મંત્રી પદ નહીં મળવાથી તેઓ નારાજ છે. બિન્ની અનુસાર ઉપરાજ્યપાલ પાસે મુખ્યમંત્રી અને મંત્રી પદોની જે યાદી ગઇ હતી, તેમાં મારું નામ પણ હતુ, પરંતુ મે જાતે જ મારું નામ હટાવડાવ્યું હતું. મે કહ્યું હતું કે અહીં મંત્રી બનવા આવ્યો નથી, પરંતુ જનતાના હિતોની વાત કરવા માગું છું, પરંતુ હવે હું એમ કહું છું કે પાર્ટીની કથણી અને કરણીમાં બદલાવ આવ્યો છે. હું મુદ્દાઓના આધાર પર પાર્ટી સાથે છું.
બિન્નીએ લક્ષ્મીનગર વિધાનસભા બેઠક પરથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી એકે વાલિયાને આઠ હજાર મતોથી હરાવ્યા હતા. બિન્નીની નારાજગી અંગે થોડા સમય પહેલા પાર્ટી સાથે જોડાનારા આશુતોષે કહ્યું કે, પાર્ટીમાં સ્વાર્થી લોકોને કોઇ સ્થાન નતી અને હમે રિસાયેલા લોકોને મનાવવાનો ખેલ નહીં ખેલીએ. તેમનો ઇશારો એ વાત તરફ હતો કે મંત્રી પદ નહીં મળવાથી બિન્ની નારાજ છે, અતઃ તે પાર્ટી પર દબાણ બનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.