આરૂષિ હત્યાકાંડ : સુપ્રીમ કોર્ટે નૂપુર તલવારના જામીન મંજૂર કર્યા

આ અગાઉ બંને સુનાવણીમાં કોર્ટે નૂપુર તલવારની જામીન અરજી પર સીબીઆઇને નોટીસ ફટકારી હતી. નીચલી કોર્ટ દ્રારા નૂપુરની અરજીને નકારી કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ ગાઝિયાબાદની કોર્ટમાં સમર્પણ કર્યા બાદ નૂપુર જેલમાં છે. 17 મે 2008ના રોજની રાત્રે 14 વર્ષીય આરૂષિની લાશ નોઇડામાં તલવારના ઘરમાં મળી આવી હતી. તે જ ઘરની અગાશી પરથી નોકર હેમરાજની લાશ પણ મળી હતી.
આ કેસમાં આરૂષિના માતા-પિતા પર પોતાની છોકરીની હત્યાનો કેસ ચાલી રહ્યો છે. સીબીઆઇએ પોતાના રિપોર્ટમાં નૂપુર તલવારને આરોપી ગણ્યા છે અને તેમના પર પુરાવા નાશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
