For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બનાસકાંઠાઃ બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 8ને ઇજા

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, બનાસકાંઠાના હળદ ગામે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 8 જેટલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કોડિનારની છાત્રાએ પ્રવાસ અર્થે આવી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 75 વિદ્યાર્થિનીઓ હોવાનું જાણવા મળ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં એક ટ્રક નીચે આવી જતા પાંચ વર્ષની બાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બનાવની જાણ થયા બાદ સ્થાનિક લોકોએ કોર્ડન કર્યું હતુ અને ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે કવાયદ હાથ ધરી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

બનાસકાંઠાઃ બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 8ને ઇજા

બનાસકાંઠાઃ બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 8ને ઇજા

બનાસકાંઠાના હળદ ગામે સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 8 જેટલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી છે. જેમને સારવાર અર્થે અંબાજીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કોડિનારની છાત્રાએ પ્રવાસ અર્થે આવી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં 75 વિદ્યાર્થિનીઓ હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદઃ અનૌરસ સંતાનને ભરણપોષણ આપવા હુકમ

અમદાવાદઃ અનૌરસ સંતાનને ભરણપોષણ આપવા હુકમ

અમદાવાદમાં લગ્નની લાલચ આપી યુવતીને ગર્ભવતી બનાવી દેવાના કેસમાં ફેમિલી કોર્ટે એક રેલવે કર્મચારીને તેના અનૌરસ સંતાનને માસિક રૂ. 2,700 રૂપિયા ભરણપોષણ પેટે ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પશ્ચિમ રેલવેના કર્મચારીએ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંઘ્યા હતા અને બાદમાં ધમકીઓ આપી હતી. ત્રણ માસ સુધી એ કર્મચારીએ યુવતી સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો અને બાદમાં યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવતા તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં એ કર્મચારીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા જ્યારે આ ગર્ભવતી યુવતીએ એક બાળકને જન્મ આપ્યો હતો.

સુરતઃ ટ્રક નીચે આવી જતા પાંચ વર્ષની બાળાનું મોત

સુરતઃ ટ્રક નીચે આવી જતા પાંચ વર્ષની બાળાનું મોત

સુરતના પાલ વિસ્તારમાં એક ટ્રક નીચે આવી જતા પાંચ વર્ષની બાળાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. બનાવની જાણ થયા બાદ સ્થાનિક લોકોએ કોર્ડન કર્યું હતુ અને ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે કવાયદ હાથ ધરી હતી. આ બનાવ ગત મંગળવારે બપોરે બન્યો હતો. જે અંગે કોઇ ગુનો નોંધવામાં આવ્યો નથી અને પોલીસ દ્વારા સતાવાર આ અકસ્માતને લઇને તથા એ બાળકી કોણ હતી તેને લઇને કોઇ માહિતી જાહેર કરવામાં આવી નથી.

સુરતઃવિફરેલા દર્દીએ 108ના સ્ટાફની ધોલાઇ કરી

સુરતઃવિફરેલા દર્દીએ 108ના સ્ટાફની ધોલાઇ કરી

સુરતમાં રિંગ રોડ સ્થિત માનદરાવાજા પાસે એક બાઇક ચાલક ખેંચ આવવાથી ફસડાઇ પડ્યો હોવાનો કોલ 108ના કર્મચારીઓને મળ્યો હતો, જેથી પેરામેડિકલ સ્ટાફ આ યુવકને લેઇને સિવિલ હોસ્પિટલ આવ્યો હતો, આ દર્દી સ્વસ્થ બને તે માટે ઇએમટીની મહિલા એટેન્ડન્ટ તેને ઇન્જેક્શન આપવાનો પ્રયાસ કરી રહી હતી તે વેળા દર્દી બેકાબુ બની ગયો હતો અને લાતો મારી હતી, ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ તેણે 108ના ડ્રાઇવર સાથે પણ મારામારી કરી હતી અને બાદમાં સિવિલમાંથી ભાગી છૂટ્યો હતો.

English summary
accident between truck and bus 8 injured. here top new of gujarat in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X