For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં આજે ભાજપી હોદ્દેદારોની બેઠકમાં આડવાણી હાજરી નહીં આપે

|
Google Oneindia Gujarati News

l k advani
પણજી/નવી દિલ્હી, 7 જૂન : ગોવામાં બીજેપીના કેન્દ્રીય હોદ્દેદારોની આજે બેઠક યોજાવા જઇ રહી છે, જેમાં કાલે એટલે કે શનિવારે શરૂ થઇ રહેલી પાર્ટી કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો એજન્ડા નક્કી કરવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી આજે બેઠકમાં હાજરી નહીં આપે. કહેવાય છે કે આડવાણીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે આજે બેઠકમાં ઉપસ્થિત નહીં રહે, પરંતુ આવતીકાલે કાર્યકારિણી બેઠકમાં તેઓ હાજર રહી શકે છે.

આડવાણીને જેમ અન્ય નેતાઓમાં પાર્ટી ઉપાધ્યક્ષ ઉમા ભારતી, જનરલ સેક્રેટરી વરૂણ ગાંધી, રાજ્યસભામાં બીજેપીના ડેપ્યુટી લીડર રવિ શંકર પ્રસાદ, જસવંત સિંહ, અને શત્રૂઘ્ન સિન્હા પણ આ બેઠકમાં હાજર નહી રહે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકાનો મુદ્દો છવાયેલો રહે તેવી સંભાવના છે. પાર્ટીનો એક વર્ગ તેમને બીજેપી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાની જોરદાર માંગ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પદાધિકારી કાર્યકારિણીની બેઠક દરમિયાન મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ જાહેર કરવા માટે દબાવ નાખી શકે છે. પરંતુ આ મુદ્દા પર પાર્ટીની અંદર હજી સામાન્ય મંતવ્યનો અભાવ જોવા મળે છે.

પાર્ટીના પ્રવક્તા રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું કે કાર્યકર્તા અપેક્ષા કરી રહ્યા છે કે બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ ગોવા બેઠકમાં પાર્ટીને એક સ્પષ્ટ સંદેશ આપે. તેઓ આની પર કાર્ય કરી રહ્યા છે અને કાર્યકારિણીની બેઠક પહેલા બીજેપીના વરિષ્ઠ નેતાઓ તથા સંસદીય બોર્ડના સભ્યો સાથે વિચાર-વિમર્શ કરી રહ્યા છે.

એ પૂછવામાં આવતા કે મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે, તેમણે જણાવ્યું કે હજી કંઇ નક્કી નથી તેમણે આ અંગે કંઇ કહેવાનો ઇનકાર કરી દીધો. ગઇ લોકસભા ચૂંટણીમાં બીજેપી ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અરુણ જેટલી હતા, જ્યારે એ પહેલા 2004માં પ્રમોદ મહાજને આની અધ્યક્ષતા નીભાવી હતી. તેમજ 1999 અને તે પહેલાની લોકસભાની ચૂંટણીમાં પ્રચારની કમાન લાલકૃષ્ણ આડવાણીના હાથોમાં રહી હતી.

English summary
BJP leader L K Advani will skip the meeting of party office-bearers in Goa today due to ill health. 85-year-old Advani will not be attending today's meeting as he is unwell, party sources said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X