જો Advani પોતાના નામમાંથી V હટાવી લેશે તો તેમની આજ્ઞા જરૂર માનશે : કેજરીવાલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચ: આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપમાં ટિકિટ વહેંચણીના મુદ્દે થયેલા કલેહ પર ટિખળ કરતા સોમવારે જણાવ્યું કે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી જો ઇચ્છતા હોય કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી તેમની વાત સાંભળે તો તેમણે પોતાના નામમાંથી 'v' અક્ષર હટાવી લેવો જોઇએ.

કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવતા આવ્યા છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અદાણી વચ્ચે તેમની ખૂબ જ નિકટતા છે. અને તેઓ અદાણી અને મુકેશ અંબાણીને મફતના ભાવે ખેડૂતોની જમીન આપી રહ્યા છે.

arvind kejriwal
કેજરીવાલે ટ્વિટર પર જણાવ્યું કે 'જો અડવાણી ઇચ્છતા હોય કે મોદી તેમની દરેક વાતનું પાલન કરે તો તેમણે પોતાના નામમાંથી વી અક્ષરને હટાવી લેવું જોઇએ.' અત્રે નોંધનીય બાબત એ છે કે અંગ્રેજીમાં Advani માંથી જો v લેટરને દૂર કરવામાં આવે તો તે Adani (અદાણી)નામમાં ફેરવાઇ જશે. અહીં અરવિંદ કેજરીવાલે લાલકૃષ્ણ આડવાણીને હથિયાર બનાવીને નરેન્દ્ર મોદી પર જોરદાર ગંભીર પ્રહાર કર્યો છે.

અરવિંદ કેજરીવાલ મંગળવારે વારાણસીમાં રેલી કરશે, જ્યાં તેઓ નરેન્દ્ર મોદીની વિરુધ્ધ ચૂંટણી લડવા માટેની ઔપચારિક જાહેરાત કરશે. બીજી તરફ આજે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પણ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી છે. જો તેઓ પણ વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે તો વારાણસીમાં દિગ્ગજ ચહેરાઓનો જંગ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

English summary
If LK Advani will remove letter 'V' from his name then Narendra Modi will work wile his order says Arvind kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X