ગોલ્ડમેન સેશ બાદ CLSAએ પણ કર્યા મોદીના ગુણગાન!
નવી દિલ્હી, 9 નવેમ્બર: વૈશ્વિક રોકાણ બેન્ક ગોલ્ડમેન સેશ બાદ હવે સીએલએસએ દ્વારા પણ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ગુણગાન કરવાનું શરૂ કરી દીધું છે. જાણીતી બ્રોકરેજ ફર્મ સીએલએસએનું કહેવું છે કે આવતા વર્ષે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતની સંભાવનાથી બજાર ઉછાળા મારી રહ્યું છે.
બ્રોકરેજ ફર્મે ગ્રીડ એન્ડ ફીયર નામથી ગઇકાલે પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે શેર બજાર મોદીના નેતૃત્વમાં ભાજપની આવતી સામાન્ય ચૂંટણીમાં જીતની આશાને લઇને ખૂબ જ ઉત્સાહીત છે અને નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. રિપોર્ટમાં શેરબજારોની ઝડપના બે મુખ્ય કારણોમાં સૌથી મહત્વપૂર્ણ મોદી ફેક્ટરને માનવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2008માં આર્થિક મંદીના સમયે અમેરિકાએ જે પ્રોત્સાહન પેકેજ આપ્યું હતું, તેની હાલમાં પરતની સંભાવવના નહીં હોવાના કારણે શેર બજારમાં નવો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.
સીએલએસએએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સેંસેક્સમાં છેલ્લા 11 અઠવાડિયામાં જે તેજી આવી છે તે બે કારણોથી છે. પ્રથમ કારણ એ છે કે અમેરિકામાં ક્યૂઇ3 હટવાને લઇને ચિંતાઓ ઘટી છે. બીજું મોટું કારણ એ છે કે આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતની આશા વધતી દેખાઇ રહી છે.

સીએલએસએ દ્વારા એક રસપ્રદ તથ્યનો પણ પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો છે, જે એ છે કે નરેન્દ્ર મોદીની રેલીમાં રાહુલના મુકાબલે 6થી 8 ગણા વધારે લોકો આવી રહ્યા છે. આ તથ્ય પણ એક નવા વિવાદને જન્મ આપી શકે છે.
સરકાર છે ઉદાશ
અત્રે ઉલ્લેખનીય છે કે ગોલ્ડમેન સેશની મોદીની જીતની સંભાવનાઓથી શેર બજારોમાં તેજીના દાવાઓ પર યુપીએ સરકાર ખૂબ જ નાખુશ છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ આની પર પોતાની નારાજગી પણ નોંધાવી છે. સરકારે આને ભારતના આંતરિક રાજનૈતિક મામલમાં ટિપ્પણી ગણાવી છે.












Click it and Unblock the Notifications
