For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોલ્ડમેન બાદ હવે જાપાની કંપનીને દેખાઇ 'મોદીની લહેર'

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 28 નવેમ્બર: ગોલ્ડમેન સેશ બાદ હવે વધુ એક વિદેશી બ્રોકરેજ કંપની નોમુરાને ભારતમાં નરેન્દ્ર મોદીની લહેર દેખાઇ છે. બ્રોકરેજ કંપનીએ આવનારા વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવાની આશા વ્યક્ત કરી છે.

જાપાની બ્રોકરેજ કંપનીમાં રાજનૈતિક વિશ્લેષક એલેસ્ટેયર ન્યૂટને બુધવારે એક નોટમાં જણાવ્યું કે 'નોમુરાને આશા છે કે 2014ની ચૂંટણી બાદ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બનશે.' જોકે ન્યૂટને પોતાના આ નિવેદનને થોડું હળવું કરતા એવું કહ્યું કે ભાજપ અથવા કોંગ્રેસ કોઇના પણ વડપણ હેઠળ સરકાર બને, એક સ્થિર સરકાર જ વિકાસ પ્રક્રિયાને આગળ ધપાવી શકે છે.

નોમુરા ઇન્ડિયાની પ્રમુખ અર્થશાસ્ત્રી સોનલ વર્માએ જણાવ્યું કે 'રાજનૈતિક સ્થિરતા સ્થાપિત થવાની સાથે જ અમારુ માનવું છે કે મંત્રિમંડળની રોકાણ સમિતિ દ્વારા પૂર્વમાં મંજૂર કરવામાં આવેલી રોકાણ પરિયોજનાઓને ચાલુ કરી શકાશે. આનાથી હાલની રોકાણ પરિયાજનાઓનો માર્ગ મોકળો થશે.'

narendra modi
નોમુરા એવી બીજી બહુરાષ્ટ્રીય બ્રોકરેજ કંપની છે જેણે આ પ્રકારનું રાજનૈતિક નિવેદન જારી કર્યું છે. આ પહેલા ગોલ્ડમેન સેશે દેશમાં શ્રેષ્ઠ રાજનૈતિક હોદ્દા માટે નરેન્દ્ર મોદીની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું.

ગોલ્ડમેને એવું જણાવ્યું હતું કે બજારમાં હાલની તેજીનું કારણ મોદીનો પ્રભાવ છે અને તેણે ડિસેમ્બર 2013 સુધી સેન્સેક્સ 23,000 સુધી પહોંચવાનું અનુમાન લગાવ્યું હતું. નોમુરાની સોનલે જણાવ્યું કે લાંબાગાળાના રોકાણનો નિર્ણય કરનાર કંપનીઓ માટે રાજનૈતિક સ્થિરતા તથા નીતિની વિશ્વનિયતા જરૂરી હોય છે.

English summary
Yet another foreign brokerage has said that it expects Narendra Modi-led BJP to come to power after the Lok Sabha elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X