જો આધાર નંબર નહીં હોય તો બંધ થઇ જશે તમારો મોબાઇલ ફોન
જો તમારી પાસે આધાર નંબર નથી તો તમારો ફોન બંધ થઇ જશે. સરકારે આપ્યા ટેલીકોમ કંપનીઓને આદેશ.
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ને લઇને ખુબ જ સજાગ થઇ છે. એક પછી એક યોજનાઓને આધાર નંબરને જોડી રહી છે. બેંક એકાઉન્ટથી લઇને રાશન કાર્ડ અને ઇનકમ ટેક્સથી લઇને પેન કાર્ડ સુધી તમામ નંબરોને આધાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય જલ્દી જ આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે પણ જોડવામાં આવશે. અને જો તમારો ફોન આધાર નંબર સાથે જોડાયેલો નહીં હોય તો તમારો ફોન બંધ કરી દેવામાં આવશે. જલ્દી જ આધાર કાર્ડને મોબાઇલ નંબર સાથે જોડવામાં આવશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ દ્વારા આ અંગે ટેલિફોન કંપનીઓને નોટિસ મોકલવામાં આવી છે. અને પોતાના તમામ સબસ્ક્રાઇબરોને આધાર સાથે મોબાઇલ નંબર જોડવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ જે લોકો નવો નંબર કે સીમ લેવા જઇ રહ્યા હોય તેમને પણ પોતાના આધાર નંબર આપવો ફરજિયાત બની જશે. ટેલિકોમ વિભાગ મુજબ ટેલિકોમ ઓપરેટર્સે આ કામ 6 ફેબ્રુઆરી 2018 પહેલા પૂર્ણ કરવાનું રહેશે. અને આ અંકે ગ્રાહકોને વેરિફિકેશન પણ કરાવવું પડશે. આ યોજના તમામ પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકોને લાગુ પડે છે. જો કે આવનારા સમયમાં જાહેરાત દ્વારા તમામ કંપનીઓને આ અંગે પોતાના ગ્રાહકોને જાણકારી આપશે. જે મુજબ ટેલીફોન કંપનીઓ તેમના ગ્રાહકોને તેમના નંબર પર વેરીફિકેશન કોર્ડ મોકલશે. અને આધાર કાર્ડ સાથે તેમના મોબાઈક ફોનને જોડશે.












Click it and Unblock the Notifications
