પવાર, શિંદે જેવા 'બેસૂરાઓ'થી છુટકારો મેળવવો જરૂરી: બાલ ઠાકરે

bal-thackeray
મુંબઇ, 25 ઑક્ટોબર: શિવસેના પ્રમુખ બાલ ઠાકરે વાર્ષિક દશેરા રેલીમાં ભાગ લઇ શક્યા નથી પરંતુ પોતાના પુત્ર અને પૌત્ર માટે સર્મથન માંગ્યું છે. એક રિકોર્ડ સંદેશમાં તેમને કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાંધ્યું હતું. રેલીમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને આપેલા સંદેશામાં બાલ ઠાકરેએ શરદ પવાર, સુશિલ કુમાર શિંદે અને અન્ય નેતાઓ નિશાન બનાવ્યાં હતા. બિમારીના કારણે તે આ રેલીમાં ભાગ લઇ શક્યા નથી. શિવાજી પાર્કમાં આયોજિત આ રેલીમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી.

દેશમાં સરકારની હાલની સ્થિતિ પર પ્રહાર કરતાં બાલ ઠાકરેએ કહ્યું હતું કે આજે બાંગ્લાદેશે આસામના મોટા ભાગને કબજે કરી લીધો છે પરંતુ આ તરફ સરકારનું કોઇ ધ્યાન નથી. તેમને કૃષિ મંત્રી શરદ પવાર અને ગૃહ મંત્રી સુશિલ કુમાર શિંદેને બેસૂરાની સંજ્ઞા આપી હતી. બાલ ઠાકરી એમ પણ કહ્યું હતું કે 'તેમની ઇચ્છા છે કે દેશને આવા ભૂત-પ્રેતોથી છુટકારો મળવો જોઇએ. બાલ ઠાકરેએ આ રેલીમાં પોતાના પુત્ર અને પૌત્ર માટે સમર્થન માંગ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતાં તેમને કહ્યું હતું કે પાંચની ટુકડી (સોનિયા, રાહુલ, પ્રિયંકા, રોબર્ટ વાઢેરા અને અહેમદ પટેલ) ખતમ થવી જોઇએ. તેમને તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે સમર્થન માંગ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X