માકનનું મંત્રીમંડળમાંથી રાજીનામું, મળી શકે છે મોટી ભૂમિકા!

પાર્ટી સૂત્રોએ જણાવ્યું કે માકને પાર્ટી માટે કામ કરવા માટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ઘણાં હોદ્દાઓ ખાલી છે. પ્રધાનમંત્રી કહી ચૂક્યા છે કે આ હોદ્દાઓની ભરતી કરવા માટે વિચાર કરવામાં આવી રહ્યો છે.
એવા સંકેત છે કે ગયા મહીને મંત્રીમંડળમાં વિસ્તાર કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસમાં પણ ઘણા સમયથી ફેરબદલ કરવા પર વિચાર થઇ રહ્યો છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે કેટલાંક મંત્રીઓ પાર્ટી માટે કામ કરવા રાજીનામું આપી શકે છે. આની વચ્ચે રાજનૈતિક જાણકારોનું માનવું છે કે માકનને દિલ્હી રાજ્યની સમિતિમાં મહત્વની ભૂમિકામાં સોંપાઇ શકે છે.
દિલ્હીમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. માકન નવી દિલ્હીથી સાંસદ હતા અને એ પહેલા પણ તેઓ પાર્ટીમાં કામ કરી ચૂક્યા છે. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સચિવ પદ પર પણ રહી ચૂક્યા છે. માકન પાર્ટી તરફથી ઉડીસા અને ઝારખંડ મામલાના પ્રભારી પણ રહી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
