For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ શનિવારે છોડાશે

|
Google Oneindia Gujarati News

GSAT-10
બેંગલોર, 28 સપ્ટેમ્બર : ભારતનો સૌથી વજનદાર એડવાન્સ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-10 શનિવારે 29 સપ્ટેમ્બર, 2012ના રોજ વહેલી સવારે યુરોપના સ્પેસપોર્ટ ફ્રેન્ચ ગુયાનાથી છોડવામાં આવશે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા નિર્મિત સેટેલાઇટ જીસેટ 10 લગભગ 3,400 કિલોગ્રામનું વજન ધરાવે છે. આ સેટેલાઇટ ઇસરોનું 101મું સ્પેસ મિશન છે.

બેંગલોર સ્થિત ઇસરો હેડ ક્વાટરથી જણાવવામાં આવ્યું છે કે જીસેટ 10માં 30 કોમ્યુનિકેશન ટ્રાન્સપોન્ડર્સ છે. ભારતીય સમય અનુસાર વહેલી સવારે 2.48 વાગે દૂરદર્શન દ્વારા તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેમાં નેવિગેશન પેલોડ ગગન પણ મૂકવામાં આવ્યો છે. જે જાહેર ઉડ્ડયન સેવાઓ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને વધારે ચોક્કસાઇવાળા જીપીએસ સિગ્નલ્સ આપશે.

સેટેલાઇટને છોડતા સમયે ઇસરોના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને વિજ્ઞાનીઓ કર્ણાયકમાં આવેલા હસન ખાતે હાજર રહેશે. જીસેટ 10નું આયુષ્ય અંદાજે 15 વર્ષનું છે. ઇસરોના જણાવ્યા અનુસાર આ સંપૂર્ણ મિશન રૂ. 750 કરોડનું છે. તેમાં સેટેલાઇટનો નિર્માણ ખર્ચ અને યુરોપ સ્પેસપોર્ટ ખાતેથી છોડવાના ખર્ચનો સમાવેશ થઇ જાય છે.

English summary
The stage is set for launch of India's advanced communication satellite GSAT-10, the heaviest built by the country, in the early hours tomorrow on board Ariane-5 rocket from French Guiana.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X