For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણેશ વિસર્જનના દિવસે તમામ દુકાનો બંધ રહેશે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે.

|
Google Oneindia Gujarati News

પૂણે : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું છે કે, 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન પ્રસંગે પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. જ્યારે રેસ્ટોરા અને હોટલ્સ ખુલ્લી રહેશે. જો કે, આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવશે. કોરોના મહામારીને જોતા મહારાષ્ટ્ર સરકારે ગણેશ વિસર્જન પર આ નિર્ણય લીધો છે. કોરોનાની ત્રીજી લહેરને જોતા તબીબોએ તહેવારોની સિઝનમાં ભીડ ન વધારવા કહ્યું છે. આથી રાજ્ય સરકારે સાવચેતી રાખીને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરી છે.

ganpati

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજીત પવારે પણ કહ્યું છે કે, રેસ્ટોરા અને હોટલ ખુલ્લા રહેશે. લોકડાઉન પૂણે શહેર, પૂણે છાવણી અને ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક રહેશે. 10 દિવસનો ગણેશ ચતુર્થીનો તહેવાર, જેમાં સામાન્ય રીતે લાખો લોકો શહેરના રસ્તાઓ પર ઉમટી પડે છે.

કોરોના મહામારીની ત્રીજી લહેરને જોતા મહારાષ્ટ્રમાં ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. સમુદાયના પંડાલોમાં ભક્તોનો ધસારો ઘટાડવા માટે ઘણા મંડળોએ તેમના અધિકારીઓ દ્વારા તેમની મૂર્તિઓના ઓનલાઈન 'દર્શન' અથવા ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી છે. સરકારે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે લોકોને અપીલ કરી છે.

આ અગાઉ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, લોકોનું સ્વાસ્થ્ય કોઈપણ તહેવાર કરતાં વધુ મહત્વનું છે અને નાગરિકોને કોરોનાવાયરસના તમામ નિયમોનું પાલન કરવા કહ્યું હતું. મુંબઈમાં પોલીસે CrPC ની કલમ 144 હેઠળ 10 થી 19 સપ્ટેમ્બર વચ્ચે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

આ સમય દરમિયાન શહેરમાં કોઈપણ પ્રકારની શોભાયાત્રાને મંજૂરી આપવામાં આવશે નહીં અને ભક્તોને ગણેશ પંડાલોમાં પણ જવા દેવામાં આવશે નહીં, જ્યારે ગૃહ વિભાગે પંડાલોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો છે, ભગવાન ગણેશની મૂર્તિઓની ઉંચાઈ પણ પ્રતિબંધિત કરવામાં આવી છે.

English summary
Maharashtra Deputy Chief Minister Ajit Pawar has said that all shops in Pune city, Pune cantonment and rural areas will be closed on September 19 on the occasion of Ganesh Dissolution.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X