અમરનાથ યાત્રીઓ પર થયેલો હુમલો એક દુર્ધટના હતી?

Posted By:
Subscribe to Oneindia News

સોમવારના દિવસે અમરનાથ યાત્રીઓ પર આતંકીઓએ હુમલો કર્યો જેમાં 7 ગુજરાતી લોકોની મોત થઇ. આ વાતથી જ્યાં ગુજરાતભરમાં શોકનું વાતાવરણ ઊભું થયું છે ત્યાં જ જમ્મુ કાશ્મીરના સ્થાનિક છાપાઓ અને લોકલ ચેનલ આ અંગે બીજું જ કંઇક કહી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અખબરોમાં છપાઇ રહ્યું છે કે યાત્રીઓ ભરેલી બસ ત્યાં ખોટા સમય ત્યાં પહોંચી હતી. જે સમયે આંતકી અને જમ્મુ કાશ્મીર પોલીસ વચ્ચે હિંસક અથડામણ ચાલી રહી હતી તે વચ્ચે બસ આવી જતાં તે આ આંતકી હુમલાનો શિકાર બની.

amarnath yatra

કાશ્મીરી મીડિયામાં જે ખબર છપાઇ છે તે મુજબ અનંતનાગથી બટંગૂ રસ્તામાં આતંકીઓએ ખાનાબલ પોલીસ ચોકી પર હુમલો કર્યો જેનું જવાબી ફાયરિંગ થઇ રહ્યું હતું તે દરમિયાન આંતકીઓ ત્યાંથી ભાગવા ગયા. આ ફાયરિંગ વખતે એનએચ-1 એ પર શ્રીનગર તરફથી એક બસ જમ્મુ આવી રહી હતી અને તે વચ્ચે આવી જતાં આતંકીઓનો નિશાનો બની ગઇ.

ઉલ્લેખનીય છે કે જ્યારથી અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો છે ત્યારથી તેની પર વિવાદો શમવાનું નામ નથી લેતા. એક પછી એક નવા વિવાદો સામે આવી રહ્યા છે. કોઇ આ ઘટનાને આતંકી હુમલો કહે છે તો કોઇ એક સંજોગવશ થયેલી દુર્ધટના. એટલું જ નહીં આ બસના ડ્રાઇવરને લઇને પણ અનેક ચર્ચાઓ થઇ રહી છે કે આ બસ સલીમ ચલાવી રહ્યા હતા કે હર્ષ નામનો ટૂર ટ્રાવેલર. વધુમાં તે પણ સવાલો થઇ રહ્યા છે કે સાડા સાત પછી હાઇ વે બંધ કરી દેવામાં આવે છે ત્યારે આ બસ કેવી રીતે આ સમય પછી ત્યાં આવી ગઇ. આવા અનેક સવાલો પર મીડિયામાં અનેક રીતના તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પણ પ્રશાસન તરફ કોઇ અધિકૃત સ્પષ્ટતા હજી સુધી આ અંગે પ્રાપ્ત નથી થઇ.

English summary
Amarnath yatra attacK, its just an મ its not Terror Attack said Jammu and Kashmirs Local News channel.
Please Wait while comments are loading...