For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૃદ્ધ પહોંચ્યો ઓફિસ, મારુ પેંશન આપો નહીં તો કોબ્રાથી કરડાવીશ

કર્ણાટકમાં એક વૃદ્ધે કંઈક એવું કામ કર્યું જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા અને મહિનાઓ સુધી તેનું અટકેલું કામ પણ પતી ગયું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં એક વૃદ્ધે કંઈક એવું કામ કર્યું જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા અને મહિનાઓ સુધી તેનું અટકેલું કામ પણ પતી ગયું. ગડગ જિલ્લાના નિવાસી આ વૃદ્ધ છેલ્લા 8 મહિનાથી પેંશન નહીં મળવાને કારણે પરેશાન હતા. જેને કારણે એક દિવસ તેઓ ગળામાં કોબ્રા સાપ લપેટીને પહોંચી ગયા.

cobra

ગડગ જિલ્લાના રોના તહસીન નિવાસી 68 વર્ષના માબુ સાબા રાજેખાંન ની પેંશન છેલ્લા 8 મહિનાથી અટકાયેલી હતી. તેઓ પેંશનને કારણે ઓફિસના ચક્કર લગાવીને પરેશાન થઇ ગયા. જયારે ઓફિસ અને બેંક ઘ્વારા કોઈ નિરાકરણ આવ્યું નહીં ત્યારે તેમને કોબ્રાનો સહારો લીધો. તેઓ એક કોબ્રા સાપ ક્યાંક થી પકડી લીધો અને તેને લઈને તેઓ ઓફિસ ગયા. તેમને અટકાયેલી પેંશન આપવાની માંગ કરી નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું.

ઓફિસમાં ગુસ્સે થયેલા માબુના હાથમાં કોબ્રા જોઈને સ્ટાફ ભાગવા લાગ્યો. માબુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આ ઉંમરે કામ નથી કરી શકતા એટલા માટે તેઓ ખાવા પૂરતું પણ ગુજરાન ચલાવી શકતા નથી. ત્યારપછી માબુની ફરિયાદ પર એક અધિકારી ઘ્વારા પેંશન અપાવવા માટે વિશ્વાસ અપાવવામાં આવ્યો ત્યારે માબુ ત્યાંથી ચાલ્યા ગયા અને તેમને કોબ્રાને છોડી દીધો.

English summary
An old man went to office with cobra for getting pension in Karnataka
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X