For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ? સામે આવ્યા આંખો ખોલતા આંકડા

મોદીને કેવી રીતે મળ્યું આટલું વિશાળ મૅન્ડેટ? સામે આવ્યા આંખો ખોલતા આંકડા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે પાછલા કાર્યકાળથી ક્યાંય વધુ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ વખતે ભાજપ માત્ર 303 સીટ જ નથી જીત્યું, બલકે તેમના સામાજિક અને ભૌગોલિક જનાધારમાં પણ જબરદસ્ત વિસ્તણ થયું છે. કેટલાય રાજ્યોમાં જ્યાં ગત ચૂંટણીમાં જ્યાં ભાજપ બધી જ સીટ જીતી ચૂક્યું હોય, આ વખતે ત્યાં સીટ વધવાનો કોઈ અવકાશ જ નહોતો રહ્યો. પરંતુ તેમના વોટ શેરે રેકોર્ડ સ્તર ટચ કરી લીધું. જે રાજ્યોમાં સીટ વધવાનો અવકાશ હતો, ત્યાં બંને બાબતો થઈ છે. કુલ મળીને આ દેશની ચૂંટણીલક્ષી રાજનીતિનું આટલું વિશાળ ટ્રાન્સફોર્મેશન છે, જેને કોઈ સમજી જ ન શક્યું. અમે અહીં એવા આંકડાઓનં વિષ્લેષણ કરી રહ્યા છીએ, જે વોટર્સના દિલોમાં અંદર સુધી બેસીને સમગ્ર દ્રષ્ટિકોણ સમજાવશે.

11 રાજ્યોમાં પરફોર્મન્સના રેકોર્ડ તૂટ્યા

11 રાજ્યોમાં પરફોર્મન્સના રેકોર્ડ તૂટ્યા

નેન્દ્ર મોદી અને ભાજપના પરફોર્મન્સનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે 303 સીટમાંથી 224 સીટ 50 ટકાથી વધુના વોટશેર સાથે જીતી. 2014માં ભાજપે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બધી સીટ જીતી હતી, તો 2019માં આ રાજ્યોમાં સીટ તો ન વધી શકે પરંતુ પાર્ટીના વોટશેરમાં ભારે વધારો થયો છે. સીએસડીએસના ડેટા એનાલિસિસ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે કે હિમાચલ પ્રદેશ (4 સીટ)માં 2014 વોટશેર 53.2 ટકાથી વધી 2019માં ઐતિહાસિક રીતે 69 ટકાએ પહોંચી ગયો. આવી જ રીતે ગુજરાતની 26 સીટ પર ભાજપનો વોટ શેર 2014ના 59 ટકાથી વધી 62.1 ટકા થઈ ગયો છે, દિલ્હીમાં ગત ચૂંટણીમાં 46.4 ટકા હતો જે 56.3 ટકા થઈ ગયો, રાજસ્થાનમાં 54.8 ટકા હતો જે 58.2 ટકા થઈ ગયો અને ઉત્તરાખંડમાં 55.6 ટકા હતો જે વધીને 62.1 ટકા થઈ ગયો છે. જ્યારે પાર્ટીએ ગત વખતેની જેમ અહીં બધી જ સીટ પર કબ્જો જમાવ્યો છે.

સીટમાં વધારો

સીટમાં વધારો

જ્યારે કેટલાક રાજ્યો એવાં છે જયાં પાર્ટીની સીટમાં અને વોટ શેરમાં પણ વધારો થયો છે. જેમ કે મધ્ય પ્રદેશમાં પાર્ટીનો વોટશેર 2014માં 53.8 ટકા હતો જે વધીને 2019માં 58 ટકા થઈ ગયો છે. 2014માં ભાજપ 27 સીટ જીત્યું હતું જ્યારે 2019માં 28 સીટ પર જીત હાંસલ કરી છે. આવા જ હાલ આસામ, હરિયાણા અને ઉત્તરાંચલ પ્રદેશમાં પણ થયો છે. આસામમાં વોટ શેર 37.1 ટકાથી વધીને 39.1 ટકા થઈ ગયો છે જ્યારે સીટ 7થી વધીને 9 થઈ ગઈ છે. હરિયાણામાં વોટ શેર 34.9 ટકાથી વધીને 57.8 ટકા પર પહોંચી ગયો છે જ્યારે સીટ 7થી વધીને 10 થઈ ગઈ છે. અરુણાચલ પ્રદેશમાં ગત વખતે પાર્ટીને45.5 ટકા વોટ મળ્યા હતા જે આ વખતે વધીને 57.9 ટકા થઈ ગયો છે. જ્યારે 1 સીટના વધારા સાથે બંને સીટ પર ભાજપે કબ્જો જમાવી લીધો છે. ઉપરાંત જમ્મુ અને કાશ્મીર તથા છત્તીસગઢની કહાની થોડી અલગ છે. બંને રાજ્યોમાં પાર્ટીનો વોટ શેર તો વધ્યો છે, જેમ કે જમ્મુ અને કાશ્મીરમાં 21.1 ટકાથી વધીને 27.6 ટકા પર પહોંચી ગયો છે, પરંતુ સીટ 2014ની જેમ 3 જ રહી છે. જ્યારે છત્તીસગઢમાં વોટ શેર 49.7થી વધીને 50.2 ટકા થઈ ગયો છે, પરંતુ સીટ 10માંથી ઘટીને 9 થઈ ગઈ છે.

નવા રાજ્યોમાં વિશાળ નાધાર

નવા રાજ્યોમાં વિશાળ નાધાર

ભાજપે નવા રાજ્યોમાં સપોર્ટ બેઝ કેવી રીતે વધાર્યો છે, તે માટે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઓરિસ્સા અને તેલંગાણા જેવા રાજ્યોના આંખો ખોલી મૂકે તેવા આંકડાનું વિશ્લેષણ જરૂરી છે. જેમ કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીનો વોટ શેર 2014ની સરખામણીએ દોઢ ગણો વધ્યો છે અને સીટ 9 ગણી થઈ ગઈ છે. કેમ કે પાછલીવાર અહીં પાર્ટીને માત્ર 17.2 ટકા જ વોટ મળ્યા હતા, પરંતુ આ વખતે આંકડા 40.2 ટકા સુધી પહોંચી ગયા છે અને સીટ 2થી વધીને 18 થઈ ગઈ છે. ત્રિપુરામાં પાછલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર 5.8 ટકા વોટ મળ્યા હતા, જે આ વખતે 10 ગણા વધીને 48.9 ટકા સુધી પહોંચી ગયો છે અને સીટ 2 થઈ ગઈ છે. 2014માં અહીં ભાજપ 1 જ સીટ જીતી શક્યું હતું. આવા જ હાલ ઓરિસ્સાના પણ છે, જ્યાં 2014માં વોટ શેર 21.3 હતો જે વધીને 2019માં 38.3 ટકા થઈ ગયો છે અને સીટ પણ 1થી વધીને 8 થઈ ગઈ છે. જ્યારે તેલંગાણામાં પાર્ટીનો વોટશેર 11.2 ટકાથી વધીને 19.8 ટકા થઈ ગયો છે અને સીટ 1થી ચાર ગણી વધીને 4 થઈ ગઈ છે.

આ રાજ્યોમાં પણ જનાધારમાં ભારે વિસ્તાર

આ રાજ્યોમાં પણ જનાધારમાં ભારે વિસ્તાર

ઉત્તર પ્રદેશમાં ભાજપની સીટ આ વખતે 71થી ઘટીને 62 જરૂર થઈ ગઈ છે, પરંતુ વોટ શેર 42 ટકાથી વધીને 49.4 ટકા થઈ ગોય છે. આ વધારો મહાગઠબંધન છતાં નોંધાયો છે, જેનાથી સ્પષ્ટ છે કે પાર્ટીએ નવા સામાજિક વોર્નોની અંદર પણ પોતાની પકડ વધારી છે. બિહારમાં પાર્ટીને 2014માં 29.8 ટકા વોટ મળ્યા હતા, પરંતુ આ વખતે 23.6 ટકા જ વોટ મળ્યા છે. જેનું કારણ ભાજપ બિહારમાં ગત ચૂંટણી કરતા ઓછી 17 સીટ પર જ ચૂંટણી લડ્યું તે છે. જો કે બધી જ 17 સીટ પર ભાજપ જીત્યું છે, 2014માં 22 સીટ પર ભાજપ જીત્યું હતું. બિહારમાં એનડીએને 53.2 ટકા વોટ મળ્યા છે. મહારાષ્ટ્રમાં પાર્ટીના વોટ શેરમાં વધારો થયો છે જે વધીને 27.5 ટકા થઈ ગયો છે અને 23 સીટ પર જીત મળી છે. ઝારખંડમાં પણ પાર્ટીનો વોટ શેર 43.4 ટકાથી વધીને 51.8 ટકા થઈ ગયો છે, પરંતુ તેની એક સીટ ઓછી જરૂર થઈ છે. પાછલી ચૂંટણીમાં 12 સીટ જીતી હતી જ્યારે આ વખતે ભાજપે 11 સીટ પર જીત નોંધાવી છે.

50-60 મંત્રી આજે લેશે શપથ, 8-10 સહયોગી પક્ષોને પણ મળશે મંત્રીમંડળમાં જગ્યા 50-60 મંત્રી આજે લેશે શપથ, 8-10 સહયોગી પક્ષોને પણ મળશે મંત્રીમંડળમાં જગ્યા

English summary
analytics: how bjp got this huge mandate in lok sabha elections 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X