For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એ. કે. એન્ટની ગુરુવારે ચાઇના પ્રવાસ માટે થશે રવાના

|
Google Oneindia Gujarati News

antony
નવી દિલ્હી, 3 જુલાઇ : રક્ષામંત્રી એ. કે. એન્ટની ચીનની ચાર દિવસીય યાત્રા માટે ગુરુવારે રવાના થશે. એન્ટની ત્યાં સીમા સાથે જોડાયેલા મુદ્દા, બંને દેશો વચ્ચેના સશસ્ત્ર દળની વચ્ચેના આદાન પ્રદાનના મુદ્દાઓની સાથે સાથે વિસ્તારીય અને વૈશ્વિક સુરક્ષા જેવા પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરશે.

એક અધિકારીક જાહેરાત અનુસાર આ પ્રવાસ પર એન્ટનીની સાથે રક્ષા સચિવ આર.કે માથુર, પૂર્વી કમાનના કે જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, લેફ્ટિનેન્ટ જનરલ દલબીર સિંહ, નૌસેનાના દક્ષિણી કમાનના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ, વાઇસ એડમિરલ સતીશ સોની તથા રક્ષા મંત્રાલય તથા સશસ્ત્ર દળોના અન્ય અધિકારીઓ જશે. આ પહેલા ચીનની યાત્રા કરનાર દેશના છેલ્લા રક્ષામંત્રી પ્રણવ મુખર્જી હતા. તેમણે 2006માં ચીનની યાત્રા કરી હતી.

પોતાની ચીન યાત્રા દરમિયાન એન્ટની, ચીનના રક્ષામંત્રી અને સ્ટેટ કાઉન્સીલર ચાંગ વેનક્વૈનની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. જાહેરાત અનુસાર 'બંને મંત્રીઓની વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની સંભાવના છે. જેમાં સીમા પર શાંતિ પ્રદાન કરવા, બંને દેશોની સશસ્ત્ર દળોની વચ્ચે વાતચીત તથા આદાન પ્રદાન તથા ક્ષેત્રીય તથા સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓનો સમાવેશ થાય છે.'

English summary
Defence Minister A.K. Antony leaves Thursday on a four-day visit to China to discuss issues related to peace and tranquillity on the border, interactions between the armed forces of two countries and regional and global security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X