વિઝન 2020નું સપનું જોનારા અબ્દુલ કલામનો દેશ પ્રત્યે ફાળો
પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એપીજી અબ્દુલ કલામે વર્ષ 2000 માં વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું અને તે મુજબ આગામી 20 વર્ષો માટે માર્ગ નકશાની રચના કરી હતી. છેલ્લા 20 વર્ષોમાં, દેશએ ઘણા ક્ષેત્રોમાં તેમની વિચારસરણી મુજબ પ્રગતિ કરી છે, કેટલાક તેના કરતા વધુ આગળ વધ્યા છે, પરંતુ એવી ઘણી બાબતો છે જેમાં ભારતે હજી ઘણું બધું કરવાનું બાકી છે. આવી સ્થિતિમાં, ચાલો એક નજર કરીએ કે રાષ્ટ્ર માટે વિઝન -2020 આપનારા જનતાના રાષ્ટ્રપતિ ડો.કલામે દેશમાં પોતાનું યોગદાન શું આપીને ગયા છે. હકીકતમાં, કલામ સાહેબે ભારતને જે આપ્યું છે તેને થોડા શબ્દોમાં આવરી લેવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ, છતાં પણ એવી કેટલીક બાબતોની અહીં ચર્ચા થઈ શકે છે, જેનું નામ લેતા આજે જ નહિ ભવિષ્યમાં પણ પહેલો ચહેરો કલામ સાહેબ નો જ નજર આવશે.

ભારતના મિસાઇલ મેન
વ્યવસાયથી એક વૈજ્ઞાનિક અને ટીચરની ઓળખ રાખનારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામનું વિજ્ઞાનના ક્ષેત્રમાં પહેલું યોગદાન એક નાના હોવરક્રાફ્ટની ડિઝાઇન તૈયાર કરવાનું હતું. ડીઆરડીઓમાં તેમને આ સફળતા મળી હતી. 1965 થી, તેમણે વિસ્તૃત રોકેટ પ્રોજેક્ટ પર સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું. પછીના આગળના વર્ષોમાં, તેમણે પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટ નામના બે પ્રોજેક્ટ્સનું સંચાલન કર્યું. ભારતની પ્રથમ બંને મિસાઇલો 'અગ્નિ' અને 'પૃથ્વી' ના વિકાસમાં પણ તેમણે સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ તે સમયે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આઇજીએમડીપી) ના ચીફ એક્ઝિક્યુટિવની જવાબદારી નિભાવી રહ્યા હતા. દેશના મિસાઇલ પ્રોગ્રામમાં તેમના યોગદાનને કારણે જ તેમને 'મિસાઇલ મેન ઓફ ઈન્ડિયા' ના નામનું સન્માન મળ્યું. અહીં એ પણ જણાવવી જરૂરી છે કે ડોક્ટર કલામ રોકેટ એન્જિનિયરોની તે ટીમનો પણ ભાગ હતા જેમણે થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લોન્ચીંગ સ્ટેશન (TERLS) બનાવ્યું હતું. ઇસરો હજી પણ તેનો ઉપયોગ સાઉન્ડિંગ રોકેટના લોન્ચીંગ માટે કરે છે.

પરમાણુ અને સેટેલાઇટ કાર્યક્રમોમાં ફાળો
દેશના લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે જાણીતા કલામ સાહેબે પણ પોખરણ -2 પરમાણુ પરીક્ષણોમાં પણ મોટો ફાળો આપ્યો છે. ભારતને પરમાણુ શક્તિ સંપન્ન દેશ બનાવવા માટે જ્યારે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ત્યારે તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકેના પદ પર હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામની અધ્યક્ષતામાં ભારતનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (એસએલવી -3) તૈયાર કરાયું હતું. તે તેના પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. એટલું જ નહીં, તેઓએ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી) ના વિકાસમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

દેશને વિઝન આપનારા કલામ
પોતાના ચમકતા અને બહુમુખી કરિયર દરમિયાન, ડોક્ટર કલામે ઘણા પુસ્તકો પણ લખ્યા છે જે ફક્ત લોકપ્રિય અને ઉત્તમ વાચકોની સારી પસંદ જ નહીં, પણ બધી જ બેસ્ટ સેલર્સ પણ સાબિત થઇ છે. વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નીટેડ માઇન્ડ્સ: અનલીજિંગ ધ પાવર વિઘીન ઇન્ડિયા અને ઇન્ડિયા 2020 એ પુસ્તકો છે જે લોકપ્રિય છે અને દેશને નવી દિશા બતાવનારા પુસ્તકોમાં સામેલ છે. પોતાના વિઝન -2020 માં, તેમણે વર્ષ 2000 માં આવનારા 20 વર્ષમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જ જોયું ન હતું, પણ તે કેવી રીતે સાકાર કરવાનું છે તેની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ પણ તૈયાર કરી હતી. આ માટે તેમણે દેશના જીડીપી વૃદ્ધિ દરને બમણા કરવા પાંચ મુખ્ય ક્ષેત્ર - કૃષિ, ઇન્ફ્રાસ્ટક્ચર, શિક્ષણ-આરોગ્ય સંભાળ,ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી અને ક્રિટિકલ ટેક્નોલોજી એન્ડ સ્ટ્રેટેજિક ઇન્ડસ્ટ્રીઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી.

મેડિકલ સાયન્સના ક્ષેત્રે ફાળો
કલામ સાહેબ પોતે માનતા હતા કે તેમના જીવનની સૌથી મોટી સિદ્ધિ પોલિયોથી પ્રભાવિત બાળકો માટે ઓછા વજનવાળા ઓર્થો કેલિપર્સની ડિઝાઇન તૈયાર કરવાનું હતું. આ કેલિપર્સનું વજન તે સમયે બજારમાં ઉપલબ્ધ કેલિપર્સનો દસમો ભાગ હતો. તેના કારણે પોલિયોથી પ્રભાવિત બાળકોનું ચાલવું ઓછું દુઃખ દાયી બન્યું. મેડિકલ સાયન્સમાં કલામની આ એકમાત્ર સિદ્ધિ નથી. તેમણે 'કલામ-રાજુ સ્ટેન્ટ્સ' તરીકે ઓળખાતા સસ્તા કોરોનરી સ્ટેન્ટના વિકલ્પ બનાવવા માટે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર સોમા રાજુ સાથે પણ કામ કર્યું. બંનેએ સાથે મળીને ગ્રામીણ વિસ્તારોમાં હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગ માટે બેઝિક ટેબ્લેટ પીસી પણ તૈયાર કર્યું હતું.
Vision 2020: ભારત કૃષિ અને ખાદ્ય સુરક્ષામાં કેટલું આત્મનિર્ભર બન્યું?