For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમે કોણ છો, ઠાકરે સમર્થક કે ઠાકરે વિરોધી?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 નવેમ્બરઃ ભારત હાલ ચર્ચાના મૂડમાં આવી ગયું છે, ખાસ કરીને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં અને ચર્ચાનો વિષય છે શિવસેનાના સુપ્રીમો દિવંગત બાળ ઠાકરે. ચર્ચાના આ વિષય પર ભારત બે ભાગમાં વહેચાઇ ગયું છે, એક ઠાકરે સમર્થક અને બીજુ ઠાકરે વિરોધી ગ્રુપ. 17 ઓક્ટોબરના રોજ બાળ ઠાકરેનું નિધન થયું અને રવિવારે મુંબઇમાં તેમની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકોએ હાજરી આપી અને મુંબઇ એક દિવસ સજ્જડ બંધ રહ્યું.

cut-of-bal-thackeray
પરંતુ આ બધાની વચ્ચે બે મુંબઇ ગર્લ શાહિન ઢાઢા અને તેમની મિત્ર રિનિ શ્રિનિવાસનની ઠાકરે વિરોધી કોમેન્ટ ફેસબુકમાં પેસ્ટ કરવા બદલ ધરપકડ કરવામાં આવી. ફેસબુક પર પોતાના વિચાર રજૂ કરનાર છોકરીઓની ધરપકડ કરવામાં આવતા ભારત રોષે ભરાયું છે.

પત્રકાર સીમા મુસ્તુફાએ પોતાના ફેસબુક સ્ટેટ્સમાં લખ્યું છે,(તેમના એક ફેસબુક કોન્ટેક્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે)- ''તેઓ(સરકાર)એ ઠાકરે પર પોતાનું મંતવ્ય ફેસબુક પર રજૂ કરનાર બે છોકરીની ધરપકડ કરી છે જ્યારે ખરેખર તો એ લોકોની ધરપકડ કરવી જોઇએ જેમણે રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું છે અને ઠાકરને રાજ્ય સન્માન આપ્યું છે.''

ટ્વિટરમાં ન્યૂઝ વિકના આંતરરાષ્ટ્રીય એડિટર ટુન્કુ વરાદારંજને કહ્યું છે, '' ઓકે, હું કહું છું જે મુખ્ય ભારતીય પત્રકારો નથી કહીં શક્યા - સારું ઠાકરેને મુક્તિમળી, ભારત હવે સારું સ્થળ બનશે.''

અન્ય એક ટ્વિટ છે રાહીલ ખુર્શીદની, '' આ વાતથી એક બાબત સ્પષ્ટ થાય છે કે, હિંસા, જાતીવાદ કરો તો તમે રાજ્ય સન્માન મેળવો છો અને જો બોલવાની આઝાદીનો ઉપયોગ કરો તો તમારે જેલમાં જવું પડે છે.''

જો કે, બાળ ઠાકરેના નિધન બાદ રાજકારણીઓ, ફિલ્મ અભિનેતાઓ, ખેલાડીઓ અને બિઝનેસમેને બાળ ઠાકરેને એક સારા નેતા ગણાવ્યા. 'મહારાષ્ટ્રએ એક વરિષ્ઠ અને અનુભવી નેતા ગુમાવ્યા, તે એક રાજકારણી, કાર્ટૂનિસ્ટ, એડિટર, ઓર્ગેનાઇઝર અને આર્ટ લવર હતા,'' મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું છે. ગાયિકા આશા ભોસલેએ કહ્યું છે કે બાળ ઠાકરે સાથેની ઘણી બધી યાદો છે અને આ દિવસ તેમની માટે દુઃખદ છે. લતા મંગેશકરે કહ્યું છે કે મહારાષ્ટ્ર આજે અનાથ થઇ ગયું. તમિલ સુપરસ્ટાર રજનીકાંતે ઠાકરેને એક શ્રેષ્ઠ વ્યક્તિ ગણાવી છે અને કહ્યું છે કે તેમણે એક પિતા સમાન વ્યક્તિ ગુમાવી છે.

જ્યારે બે છોકરીઓ કે જેમણે બોલવાની આઝાદીનો ઉપયોગ કરવાની હિંમત દાખવી, તો તેમને જેલ ભેગી કરવામાં આવી. હવે, એ બન્ને છોકરીઓએ તેમના ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યા છે કે જેમના થકી તેમણે બાળ ઠાકરેના નિધન બાદ મુંબઇ બંધ સામે અવાજ ઉઠાવ્યો હતો. શાહિને તેના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યું હતું કે બાળ ઠાકરે જેવા લોકો દરરોજ જન્મે છે અને મરે છે અને તે એક માટે આ પ્રમાણે બંધ ના પાળવો જોઇએ. શાહિન દ્વારા કરવામાં આવેલી આ કોમેન્ટને તેની એક મિત્રએ લાઇક કરી હતી, હવે આ બન્ને છોકરીઓ કાયદકિય મુશ્કેલીમાં ફસાઇ છે.

English summary
India is in a debating mood, at least in social networking sites, and Shiv Sena founder Bal Thackeray being the subject of debate. It seems the entire country is divided into two groups, pro Thackeray and anti Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X