સેનાએ સરકારને કહ્યું કાશ્મીરમાં ડરીને કામ નહીં કરાય, આપો છૂટ!

Posted By:
Subscribe to Oneindia News

કાશ્મીરમાં હાલ જે રીતની સ્થિતિ છે તેને જોતા ભારતીય સેનાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવા માટે અફસ્પા એટલે કે આર્મ ફોર્સેસ સ્પેશ્યલ પાવર એક્ટ હેઠળ પૂરી છૂટ આપે. સેનાની અપીલ છે કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળને પૂરી ઓથોરિટી આપવામાં આવે. સાથે જ સેનાએ કહ્યું કે સોશ્યલ મીડિયા પર એક સકારાત્મક પ્રોગ્રામ ચલાવવામાં આવે.

army

સેનાની તરફથી સરકારને કહેવામાં આવ્યું છે કે સોશ્યલ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચવું આજના સમયની માંગ અને સૌથી મોટી જરૂરીયાત છે. જેનાથી કાશ્મીરી યુવકા પર સકારાત્મક પ્રભાવ પાડી શકાય. સેનાએ તે પણ કહ્યું કે સમગ્ર કાશ્મીર નહીં પણ ખાલી પાંચ જિલ્લામાં જ સૌથી વધારે મુશ્કેલી છે. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટના વધી રહી છે અને યુવાઓ દ્વારા સેના અંગે મોટા પ્રમાણમાં દુષ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ડરની નહીં ચાલે

સેનાએ તેમ પણ કહ્યું કે તે એ તમામ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા માંગે છે તે સરકારી સંપત્તિને નુક્શાન પહોંચાડી રહ્યા છે. આવા લોકોને ખાલી જેલમાં બંધ કરવાથી કંઇ નહીં થાય. આવા લોકો પણ અન્ય પણ કડક કાનૂન હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સેનાએ સરકારને સાફ શબ્દોમાં કહ્યું છે કે તે ડરીને કામ કરવા નથી ઇચ્છતી. તેણે અફસ્પા આજના સમયમાં સૌથી મહત્વ રૂપે લાગુ કરવાની માંગ સાથે જ સ્પષ્ટતા આપી કે અફસ્પા ખાલી તે જગ્યાએ લાગુ કરવામાં આવે જ્યાં તેની સૌથી વધુ જરૂર છે.

English summary
The Army has also called for strict action against those who have been damaging government property in the Valley.
Please Wait while comments are loading...