For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર ભડક્યા કેપ્ટન અમરિંદર સિંહ, કહ્યું- આર્મી મોદીની જાગીર નથી

મોદી પર ભડક્યા કેપ્ટન અમરિંદર સિંહ, કહ્યું- આર્મી મોદીની જાગીર નથી

|
Google Oneindia Gujarati News

ભારતીય સેનાના ઓપરેશનો ખાસ કરીને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી કેમ્પ પર થયેલ કાર્યવાહીનો પોલિટિકલ ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહ ભડક્યા. તેમણે પીએમ મોદીએ પર આકરા પ્રહાર કર્યો. મંગળવારે સંગરુરથી કોંગ્રેસના ઉમેદવાર કેવલ સિંહ ઢિલ્લોંના પ્રચાર દરમિયાન સુનમમાં કેપ્ટન અમરિંદર સિંહે એક રેલીને સંબોધી હતી.

amarinder singh

રેલી દરમિયાન કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે 'બાલાકોટ પર એરસ્ટ્રાઈક બાદ પીએમ મોદી આર્મીએ પોતાની જાગીર સમજી બેઠા છે, આર્મી એમની ખુદની નહિ બલકે દેશની છે. મેં પણ 10 વર્ષ ભારતીય સેનામાં સેવા આપી છે. મેં દેશની સેવા કરી છે મોદીએ નહી.' જણાવી દઈએ કે કેપ્ટન અમરિંદર સિંહે 1963માં ભારતીય આર્મીના સિખ રેજીમેન્ટમાં ફરજ બજાવી હતી. વધુમાં તેમણે લોકોને અપીલ કરી કે મોદી અથવા તેમની ભારતીય જનતા પાર્ટીને આપણા દેશની સૌથી મોટી તાકાત 'એકતા'ને તોડવા ન દો.

વધુમાં અમરિંદર સિંહે કહ્યું કે જાતિય પોલિટિક્સમાં વ્યસ્ત નેતાઓ અને ધર્મનિરપેક્ષ દેશ બનાવવા મથી રહેલા નેતાઓ વચ્ચેની પસંદગીથી આ લોકસભા ચૂંટણીમાં દેશનું ભવિષ્ય નક્કી થઈ જશે. SAD-BJP ઉમેદવાર પરમિંદર સિંહ ઢિંડસા પર પ્રહાર કરતા અમરિંદર સિંહે રાજ્યની નાણાકીય કટોકટી માટે પંજાબના ભૂતપૂર્વ નાણા પ્રધાન અને વધારાના 31000 કરોડના દેવા માટે તેમના પર દોષનો પોટલો ઠાલવ્યો હતો. તેમણે પૂછ્યું કે, 'ઢિંડસાએ રાજ્યને બરબાદ કરી નાખ્યું છે. દેવામાફી યોજના સાથે જો અમે ખેડૂતોને રાહત આપી શકીએ છીએ તો પ્રકાશ સિંહ બાદલ કેમ નહિ?'

પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટિ ઈલેક્શન કેમ્પેઈનના ચીફ લાલ સિંહ, રાજ્ય મંત્રી વિજય સિંહ સિંગલા અને પૂર્વ સીએમ રાજેન્દર કૌર ભટ્ટલે રેલીમાં લોકોને સંબોધિત કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ઢિલ્લોંએ કહ્યું કે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત મને છેલ્લા પાંચ વર્ષથી સંસદમાં જોક સિવાય બીજું કંઈ જ કર્યું નથી. જો હું ચૂંટાઈ આવીશ તો યૂનિવર્સિટી અને ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરીશ. ઉપરાંત જો હું ચૂંટાઉં તો 24મી મેના રોજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનની કોમેડી ઈવેન્ટ યોજીશું.

બીજી બાજુ પરમિંદર સિંહ ઢિંડસાએ અમરિંદર સિંને પડકાર આપતા કહ્યું કે હિંમત હોય તો મારા વિરુદ્ધ એક્શન લો. ઢિંડસાએ ક્યું કે, "જો અમરિંદર સિંહ વિચારતા હોય કે મેં કંઈ ખોટું કર્યું, તો તેઓ મારા વિરુદ્ધ પગલાં લઈ શકે છે. કેન્દ્રમાં કોંગ્રેસની એન્ટી પિપલ પોલિસીને કારણે જ રાજ્ય પર 31000 કરોડનું દેવું વધી ગયું છે."

આ પણ વાંચો- માયાવતીનો હુમલોઃ જન્મથી OBC નથી મોદી, હોત તો RSS પીએમ ના બનાવતા

English summary
army does not belong to pm modi, its belongs to nation says captain Amarinder singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X