For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલી પ્રોફાઈલઃ છાત્ર નેતા, દેશના સૌથી મોંઘા વકીલથી નાણામંત્રી સુધીની સફર

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનુ આજે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. તે છેલ્લા એક-દોઢ વર્ષથી સતત બિમાર હતા. 9 ઓગસ્ટના રોજ વધુ તબિયત ખરાબ થવા પર તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનુ આજે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. તે છેલ્લા એક-દોઢ વર્ષથી સતત બિમાર હતા. 9 ઓગસ્ટના રોજ વધુ તબિયત ખરાબ થવા પર તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં મોદી મંત્રીમંડળનો મહત્વનો ભાગ રહેલા જેટલીએ આ વખતે પોતાની ખરાબ તબિયતનો હવાલો આપીને મંત્રીમંડળમાં શામેલ થવાનો ઈનકાર કર્યો હતો. આ પહેલા તે વાજપેયી સરકારમાં મંત્રી રહ્યા હતા. જેટલીની ઓળખ રાજનીતિ સાથે સાથે એક મોટા વકીલની પણ રહી. તે સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ હતા. તેમના પરિવારમાં પત્ની સંગીતા જેટલી અને બે બાળકો રોહન અને સોનાલી છે.

છાત્ર રાજકારણથી કરી શરૂઆત

છાત્ર રાજકારણથી કરી શરૂઆત

1952માં જન્મેલા અરુણ જેટલીએ નવી દિલ્લી સેંટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યા બાદ પોતાની પિતા મહારાજ કિશનની જેમ વકીલનો વ્યવસાય પસંદ કરવાનુ નક્કી કર્યુ. જેટલીએ ડીયુમાંથી 1977માં લૉની ડિગ્રી લીધી. અભ્યાસ સાથે તે રાજકારણ તરફ પણ ઝૂક્યા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાઈને છાત્ર રાજકારણની શરૂઆત કરી અને 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા. ઈમરજન્સી (1975-1977) દરમિયાન જેટલીને મીસા હેઠળ 19 મહિના જેલમાં પણ પસાર કરવા પડ્યા. અહીંથી જ તેમની ઓળખ બનવી શરૂ થઈ. તેમનાથી પ્રભાવિત થઈને જય પ્રકાશ નારાયણે તેમને રાષ્ટ્રીય છાત્ર અને યુવા સંગઠન સમિતિના સંયોજક નિયુક્ત કર્યા હતા.

વાજપેયી સરકારમાં પણ બન્યા મંત્રી

વાજપેયી સરકારમાં પણ બન્યા મંત્રી

જેટલી ઈમરજન્સી બાદ જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા. 1991માં અરુણ જેટલી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા. 1999ની લોકસભા ચૂંટણી સમયે તે ભાજપના પ્રવકતા બન્યા. વાજપેયી સરકારમાં પહેલા તે સૂચના તેમજ પ્રસારણ રાજ્યમંત્રી અને બાદમાં 2000માં તેમને કાયદો, ન્યાય અને કંપની બાબતોના કેબિનેટ મંત્રી બનાવવામા આવ્યા.

આ પણ વાંચોઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું નિધન, લાંબા સમયથી હતા બિમારઆ પણ વાંચોઃ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

દેશના સૌથી મોંઘા વકીલ પણ રહ્યા

દેશના સૌથી મોંઘા વકીલ પણ રહ્યા

2004ની લોકસભા ચૂંટણી બાદ ભાજપે તેમને સંગઠનમાં જગ્યા આપીને મહાસચિવ બનાવ્યા. 2009માં જેટલીને ભાજપના રાજ્યસભાના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા. 2014ની ચૂંટણીમાં જેટલી અમૃતસર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા પરંતુ નરેન્દ્ર મોદીએ તેમને પોતાના મંત્રીમંડળમાં નાણા જેવુ મહત્વનુ મંત્રાલય સોંપ્યુ. વકીલ તરીકે જેટલીની વાત કરવામાં આવે તો દેશના સૌથી મોંઘા અને કાબિલ વકીલોમાં તે ગણવામાં આવે છે. ઈમરજન્સી બાદ 1977માં તેમણે હાઈકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી. 1990માં અરુણ જેટલીએ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ તરીકે પોતાની નોકરીની શરૂઆત કરી. વી પી સિંહ સરકારમાં તેમને 1989માં અધિક સૉલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

English summary
Arun Jaitley profile passes away at AIIMS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X