For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલને મળ્યું અરૂણા રોય, મેધા પાટકરનું સમર્થન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 2 એપ્રિલ: વિજળીના વધતા જતા ભાવ વિરૂદ્ધ અનશનના અગિયારમા દિવસે ચાલુ રહેતા આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલને સામાજિક કાર્યકર્તા અરૂણા રોય અને મેધા પાટકરનું સમર્થન મળ્યું છે. વિભિન્ન મુદ્દાઓને લઇને તેમની અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદ રહ્યો છે.

અરૂણા રોયના નેતૃત્વવાળા મજદૂર કિસાન શક્તિ સંગઠન (એમકેએસએસ) અને મેધા પાટકરના નેતૃત્વવાળી નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુમેન્ટ (એનએપીએમે) અલગ-અલગ નિવેદન જાહેર કરી અરવિંદ કેજરીવાલને સમર્થન આપ્યું છે જે દિલ્હીમાં ખાનગી વિજળી કંપનીઓનું ઓડિટ કેગ પાસે કરાવવાની માંગ કરી રહ્યાં છે.

લોકપાલ બિલને લઇને અરૂણા રોયને અરવિંદ કેજરીવાલ સાથે ભતભેદ રહ્યો છે જ્યારે અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી અલગ પડીને રાજકીય પાર્ટી બનાવવાના મુદ્દે મેધા પાટકરને અરવિંદ કેજરીવાલ સાથે મતભેદ થયો હતો.

અણ્ણા હજારે પણ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપ્યું છે અને સુંદરનગરીની મુલાકાત કરી હતી જ્યાં અરવિંદ કેજરીવાલ અનશન બેઠ્યા છે. તેમને અરવિંદ કેજરીવાલને અનશન ખતમ કરવાની અપીલ કરી હતી.

અરૂણા રોય, નિખિલ ડે અને શંકર સિંહ દ્રારા રજૂ કરવામાં આવેલા નિવેદનમાં એમકેએસએસે કહ્યું હતું કે મનસ્વી રીતે વધારવામાં આવેલા વિજદરો અંગે સક્ષમ અને સંસ્થાની સ્વતંત્ર અને વિસ્તૃત તપાસની જરૂરિયાત છે.

એનએપીએમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વિજળી અને પાણીના બિલોમાં જવાબદેહી, પારદર્શિતા માટે કેગ દ્રારા ઓડિટ કરાવવાના આપના આહવાનને તે સમર્થન કરે છે.

English summary
As his indefinite fast against "inflated" power bills entered the 11th day, Arvind Kejriwal on Tuesday got the support from activists Aruna Roy and Medha Patkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X