For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલામ: અપંગ ભારતીય મહિલાએ સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arunima-sinha
કાઠમંડુ, 22 મે: પૂર્વ રાષ્ટ્રીય વોલીબોલ ખેલાડી તથા ગુંડાઓ દ્વારા ચાલુ ટ્રેનમાંથી નીચે ફેંકવામાં આવતાં પોતાનો ડાબો ગુમાવનાર અરૂણિમા સિંહાએ આજે નવો ઇતિહાસ રચ્યો છે. તે અંગ ગુમાવવા છતાં માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે.

નેપાલ પર્યટન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે 25 વર્ષીય અરૂણિમા આજે સવારે 10:55 વાગે એવરેસ્ટ પર પહોંચી હતી. તે ટાટા સમૂહના ઇકો એવરેસ્ટ અભિયાનના સભ્યના રૂપમાં શિખર પર ચઢી હતી.

અરૂણિમા સિંહા ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની રહેવાસી છે. તે 12 એપ્રિલ 2011ના રોજ તે લખનઉથી દિલ્હી જઇ રહી હતી ત્યારે ટ્રેનમાં ચેન ખેંચવાનો વિરોધ કરતાં કેટલાક અસામાજિક તત્વોએ તેને પદ્યમાવતી એક્સપ્રેસમાંથી નીચે ફેંકવામાં આવી હતી.

તેને ચાલુ ટ્રેને ફેંકવામાં આવતાં તે એક ચાલુ ટ્રેન સાથે ટકરાઇ હતી. સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેનો જીવ બચાવી લીધો હતો પરંતુ ડાબો પગ કાપવામાં આવ્યો હતો. અરૂણિમા સિંહાએ ગત ઉત્તરકાશીમાં ટાટા સ્ટીલ એડવેંચર ફાઉંડેશન શિબિરમાં ભાગ લીધો હતો. શિબિરમાં તેને માઉન્ટ એવરેસ્ટ પ્રથમ ભારતીય મહિલા બછેન્દ્રી પાલે તેને ટ્રેનિંગ આપી હતી.

English summary
Arunima Sinha who had lost her right leg after thrown off a moving train by some hoodlums, created history on Tuesday by becoming the first Indian amputee to conquer Mount Everest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X