કેજરીવાલને સત્તાની લાલસા? હોઇ શકેઃ અણ્ણા હઝારે

એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં અણ્ણાએ પોતાના પૂર્વ સાથીને શુભેચ્છા પાઠવી હતી અને પછી કહ્યું હતું કે તેણે ઘણી બાબતોનો ત્યાગ કર્યો છે તે પોતાના પરિવાર કરતા વધારે દેશનું વિચારે છે. જો કેજરીવાલને સત્તાની લાલસા છે, તેનો 75 વર્ષીય અણ્ણા હજારેનો જવાબ ભાવદર્શક હતો.
અણ્ણાએ કહ્યું છે, '' તેનામાં ત્યાગની ભાવના છે, તે ઘર અંગે એટલું ક્યારેય વિચારતા નથી જેટલું તે સમાજ અને દેશ અંગે વિચારે છે, અને સ્વાર્થ, તેને પૈસાનો સ્વાર્થ નથી, પરંતુ હવે રાજનીતિમાં ગયા પછી તેને બીજો સ્વાર્થ છે, મતલબ કે તે પોતે મંત્રી નહીં બને.'' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કેજરીવાલને સત્તાની લાલસા છે તો અણ્ણાએ કહ્યું, '' એવું હોઇ શકે છે પરંતુ બાકી તેને કોઇ સ્વાર્થ નથી.''












Click it and Unblock the Notifications
