વાઢેરા મોડેલ ભાજપ માટે માત્ર ચૂંટણી મુદ્દો: અરવિંદ કેજરીવાલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 એપ્રિલ: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે 'વાઢેરા મોડેલ' ભાજપ માટે માત્ર એક ચૂંટણી મુદ્દો છે. કેજરીવાલનું કહેવું છે કે ભાજપ આ મુદ્દાનો ઉપયોગ કોંગ્રેસને બદનામ કરીને વોટ મેળવવા માટે કરી રહી છે જ્યારે રાજસ્થાનમાં ભાજપ સરકાર છે અને હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

અરવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું કે વર્ષ 2012માં તેમણે સૌથી પહેલા 'વાઢેરા મોડેલ'ને છતુ કર્યું હતું પરંતુ તે સમયે અન્ય રાજનૈતિક દળો સહિત ભાજપા પણ ચૂપ હતી. અરવિંદે સવાલ કર્યો કે તે સમયે ભાજપે શા માટે કોઇ સાર્થક પગલું ના ભર્યું? અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ભાજપને માત્ર દિલ્હીની ખુરશી દેખાઇ રહી છે માટે તે વાઢેરા મુદ્દાને જનતાની સામે તોડી-મરોડીની રજૂ કરી રહ્યું છે.

arvind kejriwal
વાસ્તવિકતા તો એ છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને હજી સુધી આ મુદ્દા પર રાજસ્થાન સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે આખરે વાઢેરા મુદ્દો પણ વોટબેંકની રાજનીતિને ભેંટ ચડી ગયો છે.

અરવિંદે ભાજપા પર નિશાન સાધતા જણાવ્યું કે 'વાઢેરા મોડેલ' હેઠળ રાજસ્થાન, હરિયાણા, ગુડગાવ અને અન્ય રાજ્યોમાં ખૂબ જ જમીનો ખરીદવામાં આવી છે. એવામાં જો ભાજપની પાસે તમામ પૂરાવા છે તો તે તેઓ શા માટે વાઢેરાની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરતા? શા માટે તેઓ વાઢેરા વિરુધ્ધ કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરતા? કેજરીવાલે એ પણ જણાવ્યું કે વાઢેરા મુદ્દે પર હજી સુધી કોંગ્રેસના કોઇ પણ નેતાને કોઇ જવાબ નથી આપ્યો પરંતુ વિવાદીત નિવેદનોની પ્રક્રિયા વધુ વેગીલી બની ગઇ છે.

English summary
Now Aam Admi Party convenor Arvind kejriwal is also in for Vadra Model. He said BJP is not taking any legal action against Vadra Model. BJP is using this issue for Lok sabha election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X