For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભષ્ટ્રાચારના મુદ્દે આજે વધુ એક નવો ખુલાસો કરશે કેજરીવાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal-protest
નવી દિલ્હી, 31, ઑક્ટોબર: સામાજિક કાર્યકર્તામાંથી રાજકીય નેતા બનેલા અરવિંદ કેજરીવાલ આજે ફરી એકવાર ભષ્ટ્રાચારના મુદ્દે એક નવો ખુલાસો કરશે. તેમને કહ્યું હતું કે આ ખુલાસો બહુ મોટો હશે. બુધવારે કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે 'આજના ખુલાસા માટે તૈયાર રહો. આ ખુલાસો ખૂબ મોટો હશે.'

રોબર્ટ વાઢેરા અને નિતિન ગડકરી બાદ અરવિંદ કેજરીવાલનો આ ત્રીજો ખુલાસો હશે. અરવિંદ કેજરીવાલના ખુલાસાને લઇને રાજકીય પાર્ટીઓ અને તેમના નેતાઓના શ્વાસ રોકાઇ ગયા છે કે આ વખતે કોનો નંબર આવશે. ભષ્ટ્રાચાર અંગેનો ખુલાસો આજે સાંજે ચાર વાગે કંસ્ટિટ્યૂશન ક્લબમાં કરવામાં આવશે. આ વખતે સાવધાની દાખવતાં તેમને એ જણાવ્યું નથી કે તેમના નિશાના પર કોણ હશે.

કેજરીવાલ જ્યારે પણ આ પ્રકારનો ખુલાસો કરે છે ત્યારે દેશના રાજકારણમાં હડકંપ મચી જાય છે. આ વખતે પણ બધા રાજકીય દળો અને તેમના નેતાઓના શ્વાસ રોકાઇ ગયા છે. દરેકને ચિંતા છે કે આ વખતે તે શું કરવા જઇ રહ્યાં છે અને તેમના નિશાના પર કોણ હશે. થોડા દિવસો પહેલાં તમામ રાજકીય દળો કેજરીવાલની વિરૂદ્ધ એક થઇ ગયા હતા. બધાને ચિંતા છે કે જો તે વિરોધી દળના નેતાના ખુલાસા પર સમર્થન આપશે તો કાલે તેમનો પણ નંબર આવી શકે છે.

કેજરીવાલે જ્યારથી રાજકારણમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે ત્યારથી તેઓ ભષ્ટ્રાચારના ઘણા મુદ્દાઓ ઉખાડા પાડ્યાં છે. ઇન્ડિયા અગેન્ટ કરપ્શનના બેનર હેઠળ તેમને મહારાષ્ટ્ર સિંચાઇ કૌંભાડ, રોર્બટ વાઢેરા-ડીએલએફ ડીલ, કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદ અને નિતિન ગડકરીને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. દરેલ વખતે તેમને પોતાની વાતને સંપૂર્ણ પુરાવાઓ સાથે રાખી છે અને તેમના દ્રારા લગાવેલા આરોપો પર કોઇ જવાબ આપી શક્યું નથી.

જો કે આ વખતે અરવિંદ કેજરીવાલ પર દબાણ હશે, કારણ કે ગત વખતે તેમને ભાજપ અધ્યક્ષ નિતિન ગડકરી પર આરોપ લગાવ્યા હતા, તો ભાજપે ફ્લોપ શૉ કરી દિધો હતો. કેજરીવાલની ટીમના સભ્યો પર પણ કેટલાક ગંભીર આરોપો લાગ્યાં હતા, જે અંગેની તપાસ કેજરીવાલે 'આંતરિક લોકપાલ' દ્રારા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

English summary
After targetting businessman and Sonia Gandhi's son-in-law Robert Vadra and BJP president Nitin Gadkari, Team Kejriwal threatens to make its third expose today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X