આજે આસારામ હાઇકોર્ટમાં જામીન અરજી કરશે
જોધપુર/નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : સગીરાના શારીરિક શોષના આરોપોમાં ધરપકડ બાદ આસારામ બાપુની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે જોધપુરની કોર્ટે આસારામની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે આજે શુક્રવારે આસારામ રાજસ્થાન હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવાના છે. હાલ આસારામ જેલમાં છે અને હવે હાઇકોર્ટમાંથી તેમને રાહત મળે તેની રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે ફરિયાદી પક્ષે બુધવારે કોર્ટમાં સુનવણી દરમિયાન શારીરિક શોષણના આરોપો આસારામની જામીન અરજી અંગે અદાલતમાં એમ કહીને વિરોધ કર્યો કે જો તેમને જમાનત આપવામાં આવે છે તો તેનાથી કેસની તપાસ પર અસર પડશે. ફરિયાદી પક્ષે આસારામને જામીન આપવા સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. જેના આધારે અદાલતે આસારામની જામીન અરજી નકારી હતી.
આસારામને ગયા સોમવારે જેલ મોકલવામાં આવ્યા હતા. અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક અટકાયતમાં મોકલી આપવાનો આદેશ આપ્યો હતો. તેમને ઇન્દોરમાંથી ધરપકડ કરીને જોધપુર લાવવામાં આવ્યા હતા. આસારામની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376, 342, 506 અને 509 તથા બાળ શારીરિક શોષણ અપરાધ સંરક્ષણ કાયદો (પોસ્કો)ની કલમ 8 અને કિશોર ન્યાય કાયદાની કલમ 23 અને 26 હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા છે.