For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રચાર પ્રસાર પૂરજોશમાં: મોદી, રાજનાથસિંહ અને સોનિયા આજે છત્તીસગઢમાં

|
Google Oneindia Gujarati News

રાયપુર, 7 નવેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આજે છત્તીસગઢમાં અલગ-અલગ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. સોનિયા ગાંધી જ્યાં બસ્તરના કોંડાગામમાં સભાને સંબોધિત કરશે, જ્યારે નરેન્દ્ર મોદી જગદલપુર, કાંકેર અને ડોંગરગઢ તથા રાજનાથ સિંહ બિલાસપુર સંભાગમાં સભાઓ કરશે. આ ઉપરાંત લોકસભામાં નેતા પ્રતિપક્ષ સુષમા સ્વરાજ તથા રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અરૂણ જેટલીની પણ ચૂંટણી સભાઓ થશે.

સોનિયા ગાંધીના કાર્યક્રમમાં સંશોધન કરવામાં આવ્યું છે. પૂર્વમાં તેઓ કોંડાગામની સાઝે રાજનાંદગામમાં પણ પોતાની સભા કરવાની હતી, પરંતુ હવે તે માત્ર કોંડાગામમાં જ સભા કરશે. તેઓ આજે 7 નવેમ્બરે સવારે 11.00 વાગ્યે કોંડા ગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે. પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા સુશીલ આનંદ શુક્લાએ જણાવ્યું કે કોંડા ગામ સહિત ઘણા અન્ય વિસ્તારોમાં ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સભા આયોજિત કરવામાં આવી રહી છે. કોંડાગામ બેઠકથી ચૂંટણી લડવાની આ વખતે કોંગ્રેસે મોહન મરકામને તક આપી છે, જ્યારે ભાજપ તરફથી પ્રદેશની મહિલા અને બાળ વિકાસ મંત્રી લાતા ઉસેંડી ચૂંટણી મેદાનમાં છે.

નરેન્દ્ર મોદીની આજ ત્રણ સભાઓ થવાની છે. મોદી આજે ગુરુવારે બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર પહોંચશે, જ્યાં લાલબાગ મેદાન પર સભાને સંબોધિત કરશે. ત્યારબાદ બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ કાંકેર અને સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન ડોંગરગઢમાં સભાને સંબોધશે.

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ બપોરે 12.15 વાગ્યે લોરમી, 1.40 વાગ્યે બેલતરા તથા બપોરે 3.15 કલાકે અકલતરામાં સભાઓને સંબોધિત કરશે. અરૂણ જેટલી બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે, જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે. સુષમા સ્વરાજ ગુરુવારે બપોરે 12 વાગ્યે પંડરિયા, 1.30 કલાકે તખતપુર તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી

7 નવેમ્બર:
સવારે 11.00 વાગ્યે
કોંડાગામમાં વિશાળ સામાન્ય સભાને સંબોધિત કરશે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

7 નવેમ્બર:
બપોરે 12.35 વાગ્યે સીધા જગદલપુર
બપોરે 2.40 કલાકે નરહરદેવ સ્કૂલ, કાંકેર
સાંજે 4.10 વાગ્યે બમ્લેશ્વરી મેદાન, ડોંગરગઢ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

7 નવેમ્બર:
બપોરે 12.15 વાગ્યે લોરમી
બપોરે 1.40 વાગ્યે બેલતરા
બપોરે 3.15 કલાકે અકલતરા

અરૂણ જેટલી

અરૂણ જેટલી

7 નવેમ્બર:
બપોરે 2 વાગ્યે અમ્બિકાપુરમાં સભા કર્યા બાદ રાયપુર આવશે,
જ્યાં 8 નવેમ્બરના રોજ સવારે 11.15 કલાકે વૃંદાવન હાલ સિવિલ લાયન્સમાં પ્રબુદ્ધ વર્ગ સાથે ચર્ચા કરશે.

સુષમા સ્વરાજ

સુષમા સ્વરાજ

7 નવેમ્બર:
બપોરે 12 વાગ્યે પંડરિયા,
1.30 કલાકે તખતપુર
તથા 3.00 વાગ્યે મસ્તુરીમાં સભાને સંબોધશે.

English summary
Assembly election 2013: Narendra Modi, Rajnath singh And Sonia Gandhi in Chhatichgarh today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X