For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકમાં અપહરણ ભારતીયો પર સુષમાએ પોતાની ચુપ્પી તોડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 નવેમ્બર: ઇરાકમાં બંધક ભારતીયો પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે રાજ્યસબામાં જણાવ્યું કે બંધક ભારતીયોની તલાશ જારી છે. તેમણે જણાવ્યું કે એવું ના કહેવું કે બંધક લોકોને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યા છે, પરંતુ એવું કહો કે તેમના મરવાના સમાચાર છે. તેમણે જણાવ્યું કે બંધક માર્યા નથી ગયા પરંતુ તેમના જીવતા હોવા કે મરવાના કોઇ પુરાવા અમારી પાસે નથી. પરંતુ સરકાર તેમની તપાસ કરી રહી છે.

સુષમા સ્વરાજે જણાવ્યું, 'અમે તમામ દેશોના સંપર્કમાં છીએ. અમે દરેક તે શખ્શનો સંપર્ક કર્યો, જે અમને અપહરણ કરાયેલા લોકોની જાણકારી આપી શકે. આનાથી અમને 6 એવા સૂત્ર મળ્યા, જેમણે દાવો કર્યો કે ભારતીય નાગરિકો જીવતા છે. વિદેશ મંત્રી તરીકે આ મારી જવાબદારી છે કે અમે તે 6 સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર અપહરણ લોકોની તપાસ ચાલુ રાખીએ.'

sushma swaraj
સુષમા સ્વરાજે જણાવ્યું કે આઇએસઆઇએસ આતંકવાદીઓના ચંગુલથી બચી નિકળવું હરજીત સુરક્ષિત છે. સુષમાએ જણાવ્યું કે 'તે વ્યક્તિનો જીવ ખતરામાં છે અને તેના કારણે ઘણા લોકોના જીવ પણ જોખમમાં છે. આના કારણે જ તેઓ અમારી સુરક્ષામાં છે.'

સુષમાએ આ નિવેદન એ સંદર્ભમાં આપ્યું જ્યારે એક ન્યૂઝ ચેનલે એક શખ્શ હરજીત ભસીનના હવાલાથી એ જાણકારી આપી છે કે ઇરાકમાં આઇએસઆઇએસે પાંચ મહીના પહેલા અપહરણ કરેલા 40 ભારતીય મજદૂરોમાંથી 39ની હત્યા કરી દીધી છે. આદાવો એ મજદૂરોના એક બાંગ્લાદેશી સાથી હરજી ભસીને કરી છે.

તેણે ન્યૂઝ ચેનલને જણાવ્યું કે આઇએસઆઇએસે તેને અને એક અન્ય 50 બાંગ્લાદેશીઓનું પણ અપહરણ કર્યું હતું. પરંતુ બાંગ્લાદેશી હોવાના કારણે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે ચેનલની આ રિપોર્ટને રદ કર્યો છે અને જણાવ્યું કે તમામ ભારતીયો જીવતા છે અને તેમને સકુશળ મુક્ત કરાવવાના પ્રયત્નો ચાલુ છે.

English summary
No proof that Indians abducted in Iraq are dead: Sushma Swaraj
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X