For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૈન્ય ખરીદીમાં ચોંકાવનારો ખુલાસો, 1 અરબનો ગોટાળો

|
Google Oneindia Gujarati News

indian-army
નવીદિલ્હી, 24 ઑક્ટોબરઃ રક્ષામંત્રાલયના આંતરિક ઓડિટ અહેવાલમાં સેનાના ટોચના કમાન્ડરોના આર્થિક અધિકારોમાં ગંભીર નાણીકિય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. અહેવાલમાં 2009થી 2011 દરમિયાન સેન્ય કમાન્ડર દ્વારા લેવામાં આવેલા 100 કરોડ રૂપિયાથી વધારેની ખરીદીના નિર્ણયે પ્રશ્નો ઉઠાવ્યા છે, પરંતુ સેના મુખ્યાલયનું કહેવું છે કે કમાન્ડર સ્તર પર ખરીદીના તમામ નિર્ણયો નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોને આધિન લેવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલયના રક્ષા ઓડિટ નિયંત્રકે છેલ્લા બે નાણાકિય વર્ષો દરમિયાન સેનાના છ કમાન મુખ્યાલયોમાં તત્કાલ જરૂરિયાતો માટે વિશેષ અધિકારો હેઠળ કરવામાં આવેલી ખરીદીમાં તપાસના આદેશ આપ્યા હતા.

અહેવાલમા આ વાત સામે આવ્યા બાદ રક્ષામંત્રી એકે એન્ટોનીએ ખર્ચાઓ પર કડક નિયંત્રણ અને સંતુલનના આદેશ આપ્યા છે. જો કે, થલસેનાએ ખરીદીમાં થયેલા 100 કરોડના નુક્સાનની વાતથી ઇન્કાર કરીને આ વાત પર વજન આપ્યું છે કે કોઇપણ પ્રકારના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. ઓડિટ અહેવાલે 2009થી 2011 વચ્ચે અંદાજે 55 નિર્ણયોને ચકાસ્યા. જે દરમિયાન બજાર કિંમત કરતા વધું ભાવમાં દૂરબીનોની વિદેશમાંથી ખરીદી, ચીની બનાવટના સંચાર ઉપકરણોની ખરીદીથી લઇને દૂધની ખરીદી સહિતના ઘણા નિર્ણયોએ પ્રશ્નો ઉભા કર્યા છે. તત્કાલ જરૂરિયાતો હેઠળ કમાન પ્રમુખોને વિશેષ નાણા અધિકારો હેઠળ 125 કરોડ રૂપિયા સુધીની ખરીદીના અધિકાર છે. મહત્વપૂર્ણ વાત એ છે કે તપાસના ઘેરામાં આવેલા નિર્ણયોમાં પૂર્વ કમાન પ્રમુખ અને હાલના સેનાધ્યક્ષ જનરલ વિક્રમ સિંહના નિર્ણયોને પણ ચકાસવામાં આવ્યાં છે.

સેના મુખ્યાલયે પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું છે કે તમામ નિર્ણય કમાંડ સ્તર પર આઇએફએની મંજૂરીથી લેવામાં આવ્યા છે. સાથે જ પારદર્શક પ્રક્રિયાનું પણ પાલન કરવામાં આવ્યું છે. સેના મુખ્યાલય અનુસાર આ સંબંધમાં રક્ષા ઓડિટ નિયંત્રક તરફથી ઉઠાવવામાં આવેલા તમામ પ્રશ્નોના એક પછી એક જવાબ આપવામાં આવ્યા છે.

અધિકૃત સૂત્રોનું કહેવું છે કે રક્ષા મંત્રાલયેપોતાના મોટાભાગના નાણા પ્રબંધનને સુધારવાની કવાયદ શરૂ કરી દીધી છે. સેનાની ડિટેક્ટિવ વિંગે સંચાર ઉપકરણોની ખરીદીના સંબંધમાં ઘણા દિશા-નિર્દેશ જાહેર કર્યાં છે. ઓડિટ રિપોર્ટ અનુસાર આ તમામ ખરીદી નિયમોના ઉલંઘન કરીને કરવામાં આવી છે. તેવામાં ખોટા ખર્ચાની સાથે દેશની સુરક્ષા સાથે પણ બાંધછોડ કરવામાં આવી છે.

English summary
Did Indian Army wasted Rs 100 crore of public money? An audit report has found out that huge sum of money has been wasted by Army Commanders in purchase of defence equipments.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X