For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝમ ખાનનું શરમજનક નિવેદન: પુરસ્કાર વહેંચવાથી નહી બાળકો પેદા કરવા માટે મર્દાનગી જોઇએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 20 ડિસેમ્બર: પોતાના વિવાદાસ્પદ અને નફરત ફેલાવનાર નિવેદનોને લીધે ચર્ચામાં રહેનાર સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ચહેરા અને અખિલેશ યાદવ સરકારના કેબિનેટ મંત્રી આઝમ ખાન ફરી એકવાર વિવાદોમાં છે. હિન્દુ સંગઠનો પર નિશાન સાધતાં આઝમ ખાને કહ્યું કે પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા થતા નથી, બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂરિયાત છે.

આઝમ ખાનને આ હલકું નિવેદન ગુરૂવારે લખનઉમાં અલ્ખસંખ્યકોના અધિકાર દિવસના અવસર પર આપ્યું હતું. તેમણે કોઇપણ પાર્ટીનું નામ લીધા વગર કહ્યું કે બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂરિયાત હોય છે, ફક્ત પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા થતા નથી. આઝમ ખાનના આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીએ આડે હાથ લીધું હતું છે અને કહ્યું કે આઝમ ખાન દેશમાં ભાગલાના રાજકારણને હવા આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

azam-khan

ભાજપે કહ્યું કે આઝમ ખાનના નિવેદનને ગંભીરતાથી લેવાની જરૂરિયાત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં શિવસેનાએ પણ ઉત્તર પ્રદેશમાં 'હિન્દુ વસ્તી વધારો' અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી. શિવસેનાના યૂપી અધ્યક્ષ અનિલ સિંહે તો ત્યાં સુધી જાહેરાત કરી દિધી હતી કે હિન્દુ દંપતિઓને 10થી વધુ બાળકો હશે તો તેમને 21 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ નિવેદનથી પણ ખૂબ વિવાદ થયો અને નેતાઓની ખૂબ જ પ્રતિક્રિયાઓ આવી હતી. એમ કહેવામાં આવી રહ્યું છે કે આઝમ ખાનનું નિવેદન શિવસેનાના ઉપર નિશાન હતું.

English summary
SP leader and cabinet minister Azam Khan's insensitive remark, Manliness is in producing kids not in distributing prize.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X