For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયાની સાથે સાથે દેશની ઈજ્જત પણ ગગડી: બાબા રામદેવ

રૂપિયો સતત કમજોર થવાને કારણે મોદી સરકારની મુસીબત વધી રહી છે. વિપક્ષી પાર્ટીઓ ડોલરને મુકાબલે રૂપિયો કમજોર થવાથી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

રૂપિયો સતત કમજોર થવાને કારણે મોદી સરકારની મુસીબત વધી રહી છે. વિપક્ષી પાર્ટીઓ ડોલરને મુકાબલે રૂપિયો કમજોર થવાથી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. ત્યાં જ યોગગુરુ બાબા રામદેવે પણ સરકાર વિરુદ્ધ નિવેદન આપીને તેમની મુસીબત વધારી દીધી છે. રામદેવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે રૂપિયો જ નહીં પરંતુ દેશની ઈજ્જત પણ ગગડી છે. તેમને જણાવ્યું કે જો આજ હાલત રહી તો રૂપિયો ડોલરની સરખામણીમાં 80 સુધી પહોંચી જશે.

તેલની કિંમતો અંગે બોલ્યા રામદેવ

તેલની કિંમતો અંગે બોલ્યા રામદેવ

બાબા રામદેવે રૂપિયામાં થઇ રહેલા સતત ઘટાડાની સાથે સાથે ડીઝલ અને પેટ્રોલની કિંમતો પર પણ નિવેદન આપ્યું છે. બાબા રામદેવે જણાવ્યું કે થોડા દિવસ પહેલા ક્રૂડ ઓઇલની કિંમત ઓછી હતી, હવે તેમાં વધારો થયો છે. ટેક્સ ઓછો કરવાથી તેલની કિંમત ઓછી થઇ શકે છે. તેમને કહ્યું કે ટેક્સ ખતમ કરી દેવાથી આજે પણ પેટ્રોલ અને ડીઝલ 40 રૂપિયામાં મળી શકે છે. સરકાર ઈચ્છે તો તેલની કિંમત ઓછી કરી શકે છે.

મોંઘવારી પર કાબુ કરવો પડશે, નહિ તો....

મોંઘવારી પર કાબુ કરવો પડશે, નહિ તો....

બાબા રામદેવે ચિંતા વ્યકત કરતા કહ્યું કે જો પીએમ મોદી મોંઘવારી પર કાબુ નહીં મેળવે તો વર્ષ 2019 તેમના માટે ખુબ જ મોંઘુ સાબિત થશે. તેમને કહ્યું કે વર્ષ 2019 ખુબ જ નજીક આવી રહ્યું છે એટલે તેને જોઈને મોદી સરકાર ચોક્કસ કોઈ પગલાં ભરશે.

સ્વદેશી વસ્તુઓના પ્રયોગ પર જોર

સ્વદેશી વસ્તુઓના પ્રયોગ પર જોર

બાબા રામદેવે જણાવ્યું કે ભારતમાં વિદેશી કંપનીઓ કારોબાર ઘ્વારા બધા જ રૂપિયા પોતાના ઘરે લઇ જાય છે. તેમને કહ્યું કે આપણા દેશના રૂપિયા આપણા દેશમાં જ રહેવા જોઈએ. તેમને જણાવ્યું કે દેશનો દરેક નાગરિક પોતાની કામ પુરી ઈમાનદારીથી કરે તો આપણે બધા એક નવા ભારતનું નિર્માણ કરી લઈશુ, તેના માટે કોઈ રાજનૈતિક દળની જરૂર નહીં પડે. આપને જણાવી દઈએ કે બાબા રામદેવે પોતાનો કારોબાર આગળ વધારતા ડેરી પ્રોડક્ટ બિઝનેસમાં આગળ આવ્યા છે. તેમને દૂધ અને પનીર પણ લોન્ચ કર્યું છે.

English summary
baba ramdev comment on falling rupee and fuel price hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X