For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલોર બ્લાસ્ટ કેસમાં ચેન્નાઇથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ

|
Google Oneindia Gujarati News

bangalore blast
બેંગલોર, 23 એપ્રિલ: બેંગલોર બ્લાસ્ટ મામલામાં ચેન્નાઇથી ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે પીર મોહીદીન અને બશીરને સોમવારે રાત્રે પકડી પાડ્યો જ્યારે ત્રીજા શંકાસ્પદ કિચન બુહારીને આજે સવારે ધરદબોચી લેવામાં આવ્યો. બેંગલોર વિસ્ફોટની તપાસ કરી રહેલી એજન્સીઓનું માનવું છે કે 17 એપ્રિલના રોજ ભાજપા પ્રદેશ મુખ્યાલયની બહાર થયેલા આતંકવાદી હુમલાની પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ છે.

કર્ણાટક પોલીસની સાથે મળીને તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)એ ગૃહમંત્રાલયને સૂચિત કરવામાં આવ્યા છે કે બેંગલોર આંતકી હુમલાની પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનના આંતકીઓનો હાથ હોવાની શંકા છે. આ મામલામાં 11 પોલીસકર્મીઓ સહિત 16 લોકો ઘાયલ થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું કે એનઆઇએએ સુજાવ આપ્યો છે કે જે પ્રકારનું વિસ્ફોટક બોમ્બ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જે રીતે હુમલાને અંજામ આપવામાં આવ્યો છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આની પાછળ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોઇ શકે છે. ઇન્ડિયન મુજાહિદ્દીને દેશના અન્ય ભાગોમાં પણ વિસ્ફોટ કર્યા છે. તપાસકર્તાઓને માલૂમ પડ્યૂ છે કે વિસ્ફોટ માટે આઇઆઇડી અને નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ઇન્ડિયન મુજાહિદ્દીન આ વસ્તુઓના ઉપયોગ માટે ઓળખીતું છે.

પોલીસે અત્યાર સુધી 50 પ્રત્યક્ષદર્શીયોને પૂછપરછ કરી ચૂકી છે જ્યારે વિસ્ફોટક સામગ્રીના 80 ટૂકડા ઘટનાસ્થળેથી મળી આવ્યા અને તમામની કડક તપાસ થઇ રહી છે. ભાજપા કાર્યાલયની બહાર થયેલો વિસ્ફોટ એ જ દિવસે થયો જે દિવસે ત્રણ વર્ષ પહેલા બેંગલોરના જ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિસ્ફોટ થયો હતો અને આ વિસ્ફોટની પાછળ પણ ઇન્ડિયન મુજાહિદ્દીનનો હાથ હોવાની શંકા હતી.

English summary
In bangalore blast case three suspects arrested from chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X