ઐતિહાસિક જીત બાદ ઓબામાએ કર્યો મોદીને ફોન, આપ્યું યૂએસનું આમંત્રણ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મે: શુક્રવારનો દિવસ ભારતીય લોકતંત્ર ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોથી લખવામાં આવશે એટલા માટે નહી કે દેશમાં મોદીની સરકાર બની છે પરંતુ એટલા માટે કે આખા દેશમાં પરિવર્તન લહેર છે. લોકો પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત થતા ગયા છે. દેશની તસવીર હવે કેવી રીતે બદલાય છે તે આવનાર સમય બતાવશે પરંતુ હાં નરેન્દ્ર મોદીના પીએમ બનવા પર અમેરિકા સહિત પડોશી દેશોમાં હવે હલચલ શરૂ થઇ જશે.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શુક્રવારે રાત્રે નરેન્દ્ર મોદીને ટેલિફોન કરીને તેમને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીતની શુભેચ્છા પાઠવી હતી. આ વાતચીતમાં બંને નેતાઓએ ભારતીય-અમેરિકી રણનિતિક ભાગીદારી અને વૈશ્વિક આર્થિક સ્થિતી પર ચર્ચા કરી. વ્હાઇટ હાઉસથી જાહેર સંદેશમાં આશા વ્યક્ત કરવામાં આવી છે નરેન્દ્ર મોદીના આવવાથી અમેરિકા અને ભારત બંનેના જ સંબંધ સારા હશે. બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ પણ આપ્યું.

modi-barack-17-may

એક સમયે વીઝા માટે નરેન્દ્ર મોદીને તરસાવનાર અમેરિકાએ પણ શુક્રવારે નરમાઇ દાખવતાં નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા પાઠવી અને યૂએસ આવવાનું નિમંત્રણ આપ્યું. બરાક ઓબામાએ બે દિવસ પહેલાં પણ કહ્યું હતું કે ''હું ભારતમાં બનનારી નવી સરકાર સાથે કામ કરવા માટે ઘણો ઉત્સાહિત છું.''

તમને જણાવી દઇએ કે આ તે જ અમેરિકા છે જેને વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો બાદ ભાજપના નરેન્દ્ર મોદીને વીઝા આપવાની સ્પષ્ટ મનાઇ કરી દિધી હતી. રાજકિય વિશ્લેષકોનું માનીએ તો અત્યાર સુધી નરેન્દ્ર મોદીની જે છબિના લીધી તેમના પર આરોપ લાગતા આવ્યા છે હવે તે છબિના લીધે પડોશી દેશ નિયંત્રણમાં રહેશે.

English summary
Ending a decade long US boycott of Narendra Modi, President Barack Obama congratulated him on BJP's "success in India's historic election" and invited him to visit Washington "to further strengthen our bilateral relationship".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X