For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIએ ફિક્સિંગ કેસમાં મયપ્પનને કર્યા સસ્પેંડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gurunath-meiyappan
કલકત્તા, 26 મે: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ચેન્નઇ સુપર કિંગ્સના પ્રમુખ કાર્યકારી અધિકારી ગુરૂનાથ મયપ્પનને સ્પૉટ ફિક્સિંગના કેસમાં સંડોવણી હોવાના લીધે સસ્પેંડ કરવામાં આવ્યાં છે.

બીસીસીઆઇના સચિવ સંજય જગદાલેએ રવિવારે એક નિવેદન જાહેર કરી કહ્યું છે કે 'મયપ્પનને ક્રિકેટ, ખાસ કરીને ચેન્નઇ સુપર કિંગ્સ ટીમની સાથે કોઇપણ પ્રકારની ભાગીદારીથી સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે. બીસીસીઆઇની શિસ્તભંગની સમિતિ કે આઇપીએલની વ્યવહાર સંહિતા દ્વારા આ મુદ્દે તપાસ તથા સુનાવણી પેન્ડિંગ છે.

બીજી તરફ શ્રીનિવાસને જમાઇ ગુરૂનાથ મયપ્પનની આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં ધરપકડ બાદ શનિવારે 29 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા બાદ રાજીનામું આપવાની મનાઇ કરી દિધી છે. ચારબાજુથી તેમના પર રાજીનામું આપવાનું દબાણ વધી રહ્યું છે. સૌથી પહેલાં કેન્દ્રિય મંત્રી કમલનાથે શ્રીનિવાસના રાજીનામાની માંગણી કરી હતી, તો બીજી તરફ કાયદા મંત્રી કપિલ સિબ્બલે રમતમાં ભષ્ટ્રાચાર પર અંકુશ લગાવવા માટે નવો કાયદો બનાવવાનો વાયદો કર્યો છે.

બીસીસીઆઇ અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની માંગણી વચ્ચે પોતાના જમાઇને મળવા ગઇકાલે મુંબઇ પહોંચ્યા હતા શ્રીનિવાસને કહ્યું હતું કે મેં કંઇ ખોટું નથી, રાજીનામું આપવાનો મારો કોઇ ઇરાદો નથી. મને રાજીનામું આપવા માટે મજબૂર કરી ના શકાય.

શનિવારે શ્રીનિવાસ પોતાના જમાઇને મળવા મુંબઇ પહોંચ્યા હતા અને ત્યારબાદ તે કલકત્તા પહોંચ્યા હતા. તેમની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સ આઇપીએલના ફાઇનલ મુકાબલામાં મુંબઇ ઇન્ડિયંસ સાથે ટકરાશે. શ્રીનિવાસને કહ્યું હતું કે બીસીઆઇ પોતાના નિયમો મુજબ કામ કરી રહી હતી. મારા રાજીનામાનો સવાલ જ નથી. જો કોઇ મારું સ્થાન મેળવવા માંગતું હોય તો તેને પસંદગી કરીને આવવું પડશે. જો મેં કંઇ ખોટું કર્યું હોય તો કંઇક વાત અલગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્પૉટ ફિક્સિંગ મુદ્દે મયપ્પન હાલમાં પોલીસ રિમાન્ડમાં છે. શુક્રવારે મુંબઇ પોલીસે ફિક્સિંગ કેસમાં સુનાવણી બાદ તેમની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા બૉલીવુડ અભિનેતા વિંદૂ દારા સિંહે પોલીસ પૂછપરછ કબૂલ કર્યું છે કે મયપ્પન પણ ફિક્સિંગમાં સામેલ છે.

English summary
A beleaguered BCCI on Sunday suspended Gurunath Meiyappan, who was arrested for alleged involvement in betting, pending an inquiry into his role in the IPL spot-fixing scandal that has shaken the core of Indian cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X