For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝમ ખાનના ઇશારે થયો જયા સાથે દૂર્વ્યવહાર: અમર સિંહ

|
Google Oneindia Gujarati News

amar singh
નવી દિલ્હી, 15 : એપ્રિલ એકવાર ફરી સપા માટે ભૂતકાળ સાબિત થઇ ચૂકેલા નેતા અમરસિંહે સપાના દિગ્ગજ નેતા આઝમખાન પર સંગીન આરોપ લગાવ્યો છે. અમરસિંહે રવિવારે પત્રકારોને જણાવ્યું કે આઝમ ખાનના ઇશારા પર તેમની સહયોગી અને રામપૂરના સાંસદ જયા બચ્ચનની સાથે દૂર્વ્યવહાર કરવામાં આવ્યો.

અમર સિંહે સીધો આરોપ આઝમ ખાન પર લગાવતા જણાવ્યું કે તેમના કહેવાથી જ આરટીઓ કૌશલેન્દ્રસિંહ યાદવે જયા બચ્ચન સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમની ગાડી પરથી લાલબત્તી હટાવી લીધી.

અમરસિંહે જણાવ્યું કે 'શું જે અખિલેશ યાદવે કુંડાના ડીએસપી જિયાઉલ હકની હત્યામાં શંકાના આધારે રાઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફ રાજા ભૈયા અને કેબિનેટ મંત્રી રાજારામ પાંડેય દ્વારા સુલ્તાનપુરના ડીએમ કે. ઘનલક્ષ્મી તથા ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અને માધુરી દીક્ષિત પર અશોભનીય ટિપ્પણી કરનાર મંત્રીને સંસ્પેન્ડ કરી દીધો, શું તે અભદ્રતા કરાવનાર અધિકારી અને મંત્રી આઝમ ખાનની વિરુદ્ધ કાર્યવાઇ કરશે.?'

ઉલ્લેખનીય છે કે રામપૂર પ્રવાસ દરમિયાન જયા બચ્ચનની ગાડીની લાલ બત્તી આરટીઓ કૌશલેન્દ્રએ ગાડીની લાલ બત્તી ઉતારી લેવડાવી અને તેમની પાસે દંડ પણ વસૂલવામાં આવ્યો. જયાએ આની તપાસ માટે દિલ્હી ગેંગરેપ બાદ બનેલા મહિલા સુરક્ષા કાનૂન અંતર્ગત મહિલા પંચે, ઇલાહાબાદ હાઇકાર્ટ, લોકસભા અધ્યક્ષ અને રાષ્ટ્રપતિને અપિલ કરી છે.

English summary
Beacon light from Jaya Prada's car removed on Azam Khan's order said Amar Singh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X