
PM મોદી પરની BBC ડોક્યુમેન્ટ્રી પર પ્રતિબંધ મુદ્દે રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું- ધમકી અને દમનથી સત્ય નહીં છુપ
નવી દિલ્હી : પીએમ મોદીને લઈને સામે આવેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીને લઈને દેશભરમાં વિવાદનો માહોલ છે. એક તરફ વિપક્ષ આ ડોક્યુેન્ટ્રીને લઈને પીએમ મોદીની આલોચના કરી રહ્યા છે તો બીજી તરફ સરકારે ભારતમાં આ ડોક્યુમેન્ટ્રીને પ્રતિબંધિત કરી છે. હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ આ મુદ્દે સરકાર અને પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. આ ડોક્યુમેન્ટ્રીમાં ગુજરાત દંગામાં પીએમ મોદીની ભુમિકા પર સવાલ ઉઠાવાયા છે.
બીબીસી દ્વારા જારી કરાયેલી આ ડોક્યુમેન્ટ્રીમાં 2002 ગુજરાત દંગા અને પીએમ મોદીના સીએમ તરીકેના કાર્યકર્યને દર્શાવાયો છે. આ ડોક્યુમેન્ટ્રી પર ભારતમાં સરકારે પ્રતિબંધ મુક્યો છે. પ્રતિબંધ છત્તા પણ આ ડોક્યુમેન્ટ્રી વાયરલ થતા સરકારે યુટ્યૂબ ચેનલો અને ટ્વિટને પણ હટાવવાનો નિર્દેશ કર્યો છે.
Amid row over controversial BBC documentary on PM Modi and 2002 Gujarat riots, Congress leader Rahul Gandhi says any kind of ban, oppression and frightening people will not stop truth from coming out
— Press Trust of India (@PTI_News) January 24, 2023
આ મુદ્દે રાહુલ ગાંધીએ નિશાન સાધતા જણાવ્યુ કે, કોઈપણ પ્રકારના પ્રતિબંધો, દમન અને ધાક-ધમકી સત્યને બહાર આવતા અટકાવી શકે નહીં. અહીં તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધી કોંગ્રેસની આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તે સતત બીજેપી પર પ્રહાર કરી રહ્યા છે.