For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર મિડ ડે મીલ કરુંતિકા : આરોપી આચાર્ય મીના દેવીની અટકાયત

|
Google Oneindia Gujarati News

છપરા/ પટના, 24 જુલાઇ : બિહાર પોલીસે આજે બુધવારે મિડ ડે મીલ કેસમાં સારનની ધરમસતિ ગંદામન પ્રાથમિક શાળાના આચાર્ય મીના દેવીની ધરપકડ કરી છે. આ શાળામાં ઝેરી મિડ ડે મીલ ખાવાથી 23 બાળકોના મરણ થયા હતા.

આ પૂર્વે મંગળવારે પોલીસે તેના નિવાસ સ્થાને નોટિસ લગાવી હતી. જેમાં મીના દેવીને તાત્કાલિક પોલીસ સમક્ષ હાજર રહેવાનું ફરમાન હતું. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા આ મામલામાં મીના દેવી વિરુદ્ધ એફઆઈઆર નોંધાયેલી હતી. જેમાં તેના પર આઇપીસીની કલમ 302 (હત્યા) અને 120 બી (હત્યાનું કાવતરું) લગાવવામાં આવી છે.

સુપ્રિટેન્ડેન્ટ પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ માટે કેટલાય સ્થાનો પર છાપા મારવામાં આવ્યા હતા. ઘટનાની તપાસ અંગેનો અહેવાલ સારન કમિશ્નર શશી શેખર શર્મા અને ડિઆઈજી વિનોદ કુમારે સરકાર સમક્ષ રજૂ કર્યો હતો, જેમાં પ્રિન્સિપાલને આ ઘટના માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા.

bihar-mid-day-meal
English summary
Bihar Mid day meal tragedy : Principal Meena Devi arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X