For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી, પ્રિયંકા ગાંધીએ કહી આ વાત

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 07 માર્ચના રોજ સમાપ્ત થઈ ગયું છે. છેલ્લા તબક્કાના મતદાન બાદ તમામ ટીવી ચેનલના સર્વે પણ પક્ષોની જીત હારને લઈને સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લખનઉ, 08 માર્ચ : ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 07 માર્ચના રોજ સમાપ્ત થઈ ગયું છે. છેલ્લા તબક્કાના મતદાન બાદ તમામ ટીવી ચેનલના સર્વે પણ પક્ષોની જીત હારને લઈને સામે આવ્યા છે. મોટાભાગના સર્વેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં બીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. તો ત્યાં જ હવે એક્ઝિટ પોલ પર કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાનું નિવેદન સામે આવ્યું છે.

હકીકતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા 8 માર્ચ, મંગળવારના રોજ લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, તેમણે જણાવ્યું હતું કે, અમે રાહ જોઈશું અને જોઈશું કે ચૂંટણીના પરિણામો શું આવે છે. આજે અમે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. અમારી પાસે 159 મહિલા ઉમેદવારો છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે. અમે બને એટલી મહેનત કરી હતી.

300 થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છે

300 થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છે

આ પહેલા ટીવી ચેનલોની આગાહીને ફગાવતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેઓ જે બતાવવા માંગે છે તે બતાવવા દો. અમે બહુમતીથી જીતી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, સોમવારની સાંજે એક્ઝિટ પોલ આવતા પહેલા અખિલેશ યાદવે એક મીડિયા ચેનલ સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

અખિલેશ યાદવે દાવો કર્યો કેઆ વખતે અમે 300થી વધુ સીટો જીતવાના છીએ. અમે 300 થી વધુ સીટો સાથે રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.

અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ!

અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ!

તેમણે પ્રચાર દરમિયાન જુઠ્ઠાણા અને નકલી ડેટા રજૂ કરવા બદલ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, લોકોએ આ વાતનો અહેસાસ કર્યો અને મોંઘવારી,બેરોજગારી અને વિકાસ અને તેમના ભવિષ્યને જોઈને મત આપ્યો હતો.

અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે, સાતમા અને નિર્ણાયક તબક્કામાં બહુમતીથી ખૂબ આગળએસપી-ગઠબંધનની જીત લેવા માટે તમામ મતદારો અને ખાસ કરીને યુવાનોનો ખૂબ ખૂબ આભાર! અમે સરકાર બનાવી રહ્યા છીએ!

પદયાત્રા માટે સવારથી જ ભીડ જામી

પદયાત્રા માટે સવારથી જ ભીડ જામી

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ પ્રિયંકા ગાંધી રાજધાની લખનઉમાં મહિલા માર્ચનું આયોજન કરવામા આવશે. આ માર્ચ 12 વાગ્યાથી શરૂ થશે અને બેગમ હઝરતમહેલ સ્ક્વેર થઈને ઉડા દેવી સ્ક્વેર થઈને જીપીઓ સ્થિત ગાંધી પ્રતિમા પાસે સમાપ્ત થશે.

આ પદયાત્રામાં મહિલા ડોકટર્સ, શિક્ષકો, રમતગમત અને સિને જગત સાથેસંકળાયેલી મહિલાઓ પણ ભાગ લેશે. આ પદયાત્રા માટે સવારથી જ ભીડ જામવા લાગી છે.

English summary
BJP got majority in UP exit polls, says Priyanka Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X