BJP આંતરિક વિખવાદઃ રામ જેઠમલાનીના પુત્રનું પદ પરથી રાજીનામું

ભાજપના નેતાઓ વચ્ચે જે આંતરીક વિખવાદ ચાલી રહ્યો છે તે મહેશ જેઠમલાનીના રાજીનામાથી જગજાહેર થઇ ગયો છે. આ પહેલા ભાજપ સાંસદ રામ જેઠમલાનીએ 23 ઓક્ટોબરે કહ્યું હતું કે નિતિન ગડકરીને ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ તેમ કહ્યું હતું.
જેઠમલાનીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નિતિન ગડકરી સામે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, તેનાથી ભાજપનું ભ્રષ્ટાચાર સામેનું અભિયાન મુશ્કેલીમાં મુકાઇ ગયું છે.
ભાજપ સાંસદે કહ્યું હતું કે, ગડકરીને બીજી વખત ભાજપના પ્રમુખ બનાવવા જોઇએ નહીં કારણ કે તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે.
રામ જેઠમલાનીએ વિરોધ કર્યો હોવા છતાં નિતિન ગડકરીને સતત બીજી વખત પાર્ટીના પ્રમુખ જાહેર કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે મહેશે સોમવારે ગડકરી સામે અને અમુક ભ્રષ્ટાચારના આરોપોમાં કથિત સંડોવણી સામેના પોતાના ક્રોધને છૂપો રાખીને પાર્ટીને એક પત્ર પાઠવ્યો છે.












Click it and Unblock the Notifications
