For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશને ત્રીજા વિકલ્પની જરૂરઃ કરાત

By Super
|
Google Oneindia Gujarati News

prakash-karat
કાનપુર, 14 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના વિકલ્પ તરીકે માનવાનો ઇન્કાર કરતા માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ પ્રકાશ કરાતે ગુરુવારે કહ્યું કે દેશને એક નવા વિકલ્પની જરૂર છે, આ નવો વિકલ્પ ત્યારે બનશે જ્યારે તમામ સમાન વિચારધારાવાળા દળ વૈકલ્પિક નીતિઓ માટે સંઘર્ષ કરવા માટે આગળ આવશે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું કોઇ ત્રીજો મોરચો બનશે અને તેના નેતા સપા પ્રમુખ મુલાયમ સિંહ હશે તો તેમણે પ્રશ્ન ટાળતા કહ્યું કે ચૂંટણી ગઠબંધનથી કોઇ મોરચો નહીં બને, હા દેશને કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત એક નવી શક્તિ અને મજબૂત વિકલ્પની જરૂર છે અને જે પણ સમાન વિચારધારાવાળા દળ કોંગ્રેસ અને ભાજપની નીતિઓ વિરુદ્ધ સાથ આપશે તેને અમે સાથે લઇને ચાલીશું. તેમાં જ્યાં કેટલાક રાષ્ટ્રીય દળ છે તો કટલાક રાજકીય દળો પણ સામેલ છે.

કાનપુરમાં સંઘર્ષ સંદેશ યાત્રા સાથે પહોંચેલા માકપા મહાસચિવ પ્રકાશ કરાતે આજે સવારે ઇટાવા રવાના થતા પહેલા જણાવ્યું કે, તેમની આ યાત્રાના છ ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા, જમીન અધિગ્રહણ, રોજગાર, શિક્ષા અને ચિકિત્સાનો અધિકાર, મહિલાઓનો અધિકાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ અમારી યાત્રાના છ ઉદ્દેશ્ય છે. કરાતે કહ્યું કે, જે રાજકીય દળોને અમારી વૈકલ્પિક નીતિઓ પર વિશ્વાસ છે તે અમારી સાથે છે, અમે તેને સાથે લઇને ચાલીશું. અમારી આ સંઘર્ષ સંદેશ યાત્રા ચાર સ્થળેથી નિકળશે અને 18 માર્ચે દિલ્હી પહોંચશે અને પછી 19 માર્ચે અમે બધા મળીને રામલીલા મેદાનમાં એક મોટી જનસભા કરીશું ત્યાંથી આગામી આંદોલનનું બ્યુગલ ફૂંકવામાં આવશે.

English summary
Communist Party of India (Marxist) general secretary Prakash Karat today dismissed that BJP is an alternative to Congress and said that the country needs a new option.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X