For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ કારણોના લીધે મહારાષ્ટ્રમાં હારી શકે છે ભાજપ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્ર વિધાનસભાનીની ચૂંટણી આગામી ઓક્ટોબર મહિનામાં જ યોજાવવાની છે. મહારાષ્ટ્રમાં પંદર ઓક્ટોબરના રોજ વિધાનસભાના મતદાન કરવામાં આવશે અને 19 તારીખના રોજ પરિણામ આવી જશે. પરંતુ લોકસભા ચૂંટણીમાં ભારે જીતથી ગદગદીત ભાજપને આ પહેલાં પણ પેટાચૂંટણીમાં ઝટકો લાગ્યો છે. બિહાર, યૂપી, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં વિધાનસભાની સીટો પર બિન ભાજપીય પક્ષોએ કબજો જમાવી લીધો છે. પેટાચૂંટણીમાં કુલ 23 વિધાનસભા સીટો પર ચૂંટણી યોજાઇ તેમાંથી 13 સીટો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તેને ભાજપના મનોબળ માટે મોટો ઝટકો ગણવામાં આવે છે.

તો બીજી તરફ નરેન્દ્ર મોદીની હવાને નકારવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે અથવા બધા અનુમાનોને નકારી કાઢતાં ભાજપ જીતી જશે. જાણો એવા કારણો જેના લીધે ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે અને એવા કારણો જેના લીધે ભાજપ જીતી શકે છે.

કારણ નંબર 1

કારણ નંબર 1

લવ જિહાદ એક એવો મુદ્દો માનવામાં આવી રહ્યો છે. જે ભાજપ સરકાર આવતાં જ આરએસએસ અને ભાજપ સાથે જોડાયેલા હિન્દુવાદી સંગઠનોએ પુરજોશમાં ઉપાડ્યો. જ્યારે ભાજપના ગૃહમંત્રી રાજનાથ સિંહ આ મુદ્દે મૌન સાધી વ્યક્ત કરી દિધું કે અંદરોઅંદર કંઇક બફાઇ રહ્યું છે. આ મુદ્દાથી ધાર્મિક, સામાજિક અથવા ખાસકરીને આધુનિક યુવા વર્ગ વિચલિત થયો છે. જેનો ફરક જોવા મળ્યો અને જોવા પણ મળી શકે છે.

 કારણ નંબર-2

કારણ નંબર-2

મહારાષ્ટ્રમાં જ નહી, આખા દેશમાં શિવસેનાની છબિ એવી બની ચૂકી છે કે તે તાનાશાહી છે. શિવસેનાનું ઉગ્ર રૂપ લોકોને વિચલિત કરી દે છે. અને ભાજપ અને શિવસેનાની સાથે ગઠબંધનમાં તેનું નુકસાન ભોગવવું પડી શકે છે.

 કારણ નંબર-3

કારણ નંબર-3

ભાજપના સાંસદો અને ધારાસભ્યો દ્વારા સતત કટ્ટરતાને દર્શાવતાં અને સાંપ્રદાયિક ભાવનાને ઇજા પહોંચાડનાર નિવેદનોનો દૌર ચાલુ રહ્યો છે. તેનાથી સમાજના વિશેષ સમુદાયથી ભાજપની બનાવેલી નિકટતા દૂરીમાં ફેરવાઇ શકે છે. ખાસકરીને અલ્પસંખ્યક સમુદાયમાં નિરાશા છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં તેનું નુકસાન વેઠવું પડી શકે છે.

 કારણ નંબર-4

કારણ નંબર-4

સતત યૌન શોષણની ઘટનાઓ પર લગામ નહી લાગતાં મહિલાઓમાં અસુરક્ષાનો ભાવ આવ્યો છે. જેથી લાગી રહ્યું છે કે મહિલાઓ દ્વારા મતદાન કરવામાં અને સરકાર પ્રત્યે દ્રષ્ટિકોણ નકારાત્મક બની શકે છે.

આથી પણ મતદારો વહેચાઇ શકે છે

આથી પણ મતદારો વહેચાઇ શકે છે

ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની હારથી ભાજપ તરફ ખેંચાયેલા મતદારોનું વલણ પણ બદલાઇ શકે છે. તેમના મનમાં ભાજપ પ્રત્યે આશંકા જાગી શકે છે.

 જીતવાનું કારણ

જીતવાનું કારણ

નરેન્દ્ર મોદી પ્રત્યે સહાનુભૂતિ રાખનાર વર્ગ મતદાન કરશે. બીજો એવો વર્ગ જે ફક્ત નિર્ણયોથી ખુશ થઇ ગયો છે. આ લાગૂ ક્યારે થશે તેની ચિંતા ભલે ના હોય.

English summary
After by election defeat the question is raised that BJP will loss assembly election in maharashtra or win?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X