For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહનસિંહને રાજીનામું આપવા ભાજપાનું દબાણ

|
Google Oneindia Gujarati News

protest delhi
નવી દિલ્હી, 12 મે : રેલગેટ અને કોલગેટ મામલે રેલમંત્રી અને કાનૂનમંત્રીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મનમોહનસિંહ પર પણ રાજીનામા માટે દબાણ વધારી રહ્યા છે. પીએમના રાજીનામાની માંગને લઇને ભાજપા યુવા મોર્ચાના કાર્યકર્તા દિલ્હીમાં પ્રધાનમંત્રીના રહેઠાણ પર પ્રદર્શન કરી રહ્યા છે.

ભાજપી કાર્યકરતાઓ દ્વારા પ્રધાનમંત્રીના રાજીનામાની માંગને લઇને તેમના ઘર સામે ભારે નારેબાજી કરાઇ હતી. ભીડને વિખેરવા માટે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર પાણીનો મારો પણ કર્યો અને નવી દિલ્હીમાં ધારા 144 લગાવી દીધી છે. પીએમ રહેઠાણ પાસે મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે.

ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહે ગઇકાલે કહ્યું હતું કે તેમની પાર્ટી 'વોચડોગ'ની ભૂમિકા નિભાવી રહી છે. અમે અમારી લડાઇ સંસદની અંદર લડી ચૂક્યા છે અને હવે માર્ગો પર ઉતરવા સિવાય કોઇ વિકલ્પ બચ્યો નથી.

તેમણે જાહેરાત કરી કે 27 મેથી 2 બે જૂનની વચ્ચે ભાજપા દેશભરમાં જેલ ભરો આંદોલન કરશે અને ઠેર-ઠેર પંચાયતો યોજીને જનતાને કેન્દ્રની યુપીએ સરકારની કાળી કરતૂતોથી અવગત કરાવીશું.

English summary
BJP youth activists protest near PM's residence to demand his resignation, clash with police.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X