For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એર ઇન્ડિયામાં એ 330નું સ્થાન લેશે બોઇંગ 787

|
Google Oneindia Gujarati News

boeing-787
નવી દિલ્હી, 15 જૂન : રાષ્ટ્રીય વિમાન સેવા એર ઇન્ડિયા તેની એરબસ એ 330ની જગ્યાએ હવે નવા ખરીદેલા બોઇંગ 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આ એરક્રાફ્ટ ઇન્ટરનેશનલ રૂટ પર ચલાવવામાં આવશે જેથી કંપની ફ્યુઅલનો બચાવ કરી શકે.

ઉલ્લેખની છે કે થોડા સમય પહેલા બોઇંગ 777ના સ્થાને બોઇંગ 787ને ચલાવવાનો નિર્ણય લીધો હતો. હવે એર ઇન્ડિયાએ ઓ 330નું સ્થાન પણ બોઇંગ 787ને આપવાનો નિર્ણય લીધો છે.

આ અંગે એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે "અમને આશા છે કે બોઇંગ 787ના ઉપયોગથી અમે ઇંધણનો ખર્ચો બચાવી શકીશું. જેના કારણે અમને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત તેમાં નવી ટેકનોલોજીની સાથે નવી સુવિધાઓ હોવાથી પણ પ્રવાસીઓને આકર્ષવામાં અમને મદદ મળશે."

વર્તમાન સમયમાં એર ઇન્ડિયા પાસે લીઝ પર લીધેલા બે એ 330 એરક્રાફ્ટ છે જેનો ઉપયોગ જાપાન અને ગલ્ફના રૂટ પર થાય છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી 787નો ઉપયોગ શરૂ ના થાય ત્યાં સુધી એ 330ની સેવાઓ ચાલુ રાખવામાં આવશે. હવે 787નો ઉપયોગ શરૂ થઇ ગયો છે ત્યારે તેને ક્ર્મશ: એ 330ના સ્થાને મૂકવામાં આવશે. બોઇંગ 787નો ઉપયોગ ગલ્ફ ઉપરાંત સિંગાપોર, ટોકિયો અને હોંગ કોંગના રૂટ માટે પણ કરવામાં આવશે.

English summary
Boeing 787s to replace Air India's A-330 fleet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X