પંજાબ પોલીસે જપ્ત કરી શંકાસ્પદ પાકિસ્તાની બોટ, સર્ચ ઑપરેશન ચાલુ

Posted By:
Subscribe to Oneindia News

ભારત-પાકિસ્તાનમાં વધી રહેલા તણાવ વચ્ચે બીએસએફએ રાવી નદી પર એક લાવારિસ પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. પંજાબમાં બીએસએફને રાવી નદીના તોતા ગુરુ પોસ્ટ (ડેરા બાબા નાનક પોસ્ટ) પર એક લાવારિસ બોટ મળી છે. પંજાબ પોલીસ અને બીએસએફએ આ બોટને પોતાના કબ્જામાં લઇ લીધી છે.

શહીદ નીતિનની બહાદૂરીની આ વાત વાંચશો, તો રુંવાટા ઊભા થઇ જશે!

BSF seized an abandoned pakistani boat from tota guru post

હાલમાં બૉર્ડર અને આસપાસના ક્ષેત્રોમાં એલર્ટ જારી છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયર અને ઘૂસણખોરીની કોશિશો કરવામાં આવી રહી છે. આ બોટ મળ્યા બાદ તોતા ગુરુ પોસ્ટ પર પંજાબ પોલીસે સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ છે.

એડીજીપી લૉ એંડ ઑર્ડર હરદીપસિંહ ઢિલ્લોએ જણાવ્યું કે સુરક્ષા કારણોસર પંજાબ પોલીસે કેન્દ્ર સરકારને ચિટ્ઠી લખીને વધુ 15 કંપનીઓની માંગ પણ કરી છે. પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં આતંકવાદીઓ એક દિવસ પહેલા (3 ઑક્ટોબર) પણ કરાંચીથી બે શંકાસ્પદ બોટ ભારત તરફ રવાના થઇ હતી જેના ગુજરાત કે મહારાષ્ટ્ર સીમામાં પ્રવેશની આશંકા વચ્ચે ખૂફિયા એજંસીઓએ એલર્ટ જારી કરેલ છે.

આ જાહેરાત, ખેડૂતો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારશે

આ પહેલા ગુજરાતમાં પણ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળી હતી. માનવામાં આવી રહ્યું છે કે જમીનના રસ્તે અસફળ થતાં પાકિસ્તાન તરફથી પાણીના રસ્તે ઘૂસણખોરી થઇ શકે છે. 18 સપ્ટેમ્બરે ઉરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો અને 29 સપ્ટેમ્બરે ભારતીય સેના દ્વારા પાક અધિક્રુત કાશ્મીરમાં કરવામાં આવેલા સર્જીકલ સ્ટ્રાઇક બાદ સીમા પર સતત તણાવ ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી ભારત-પાક સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. સોમવારે પાકિસ્તાની સેનાએ સતત ફાયરિંગ કરતાં પૂંછ સેક્ટરમાં મોર્ટાર બોમ્બ ફેંક્યા હતા જેનાથી 3 લોકો ઘાયલ થયા હતા.

English summary
BSF seized an abandoned pakistani boat from tota guru post.
Please Wait while comments are loading...