રત્નાગિરીમાં બસ નદીમાં ખાબકી, 36ના મોત

bus-accident
મુંબઇ, 19 માર્ચ: મહારાષ્ટ્રમાં રત્નાગિરીના ખેડામાં એક બસ નદીમાં ખાબકી ગઇ હતી. આ અકસ્માતમાં 36 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. હાલમાં રાહત અને બચાવકાર્યનું કામ ચાલુ થઇ ગયું છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યાં છે. આ ઘટનામાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે તેમની ઓળખવિધી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. કહેવામાં આવે છે કે બસમાં કેટલાક વિદેશી નાગરિકો પણ મુસાફરી કર્યા હતા જેમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. આ બસ મહાકાળી ટ્રાવેલ્સની છે. આ વિસ્તારના એસી દિપક પાંડેએ જણાવ્યું હતું કે 54 સીટર બસ હતી. બસ ગોવાથી મુંબઇ જઇ રહી હતી. ખેડા નજીક નાના પુલ પરથી પસાર થઇ રહેલી ત્યારે પુલ સાથે ટકરાતાં બસ નદીમાં ખાબકી હતી.

ઘટનાસ્થળે રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. 15 લોકોને બચાવવામાં આવ્યાં છે જેમાં 9 લોકોની સ્થિતી ગંભીર છે. રસિયન મહિલાને બચાવવામાં આવી છે. બસને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી છે. બંને તરફ અવર-જવરમાં અસર વર્તાઇ રહી છે. મોટા વાહનોને ડાઇવર્ટ કરવામાં આવ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X