કેગ ખાલી 'મુનીમજી' નથી, તે સરકારના ખર્ચા પર અભિપ્રાય આપી શકેઃ સુપ્રિમ

બેન્ચે વકીલ સંતોષ પૌલને કહ્યું હતું, " કેગ કોઇ મુનીમ(એકાઉન્ટન્ટ) નથી કે, તે માત્ર નાણાની આવક-જાવકનો હિસાબ રાખે. તેની પાસે બંધારણીય સત્તા છે કે તે રેવન્યુ ફાળવણી અને અર્થતંત્ર સંબંધિત બાબતોની ચકાસણી કરી શકે છે અને અભિપ્રાય આપી શકે છે."
તેમણે વધુમાં કહ્યું કે એ સંસદ પર જાય છે કે તેમણે કેગ દ્વારા જે બાબતો શોધવામાં આવી છે તે અંગે વિચારવું, સ્વિકારવું કે તેની અવગણના કરવી. નોંધનીય છે કે, કેગ દ્વારા જાહેર કરવામાં આવેલા કોલસા ફાળવણી અંગેના અહેવાલના કારણે કેન્દ્રની યુપીએ સરકારની ઉંઘ હરામ થઇ ગઇ છે. કેગના અહેવાલમાં એવું બહાર આવ્યું હતું કે આ કોલસા ફાળવણીથી દેશને હજારો કરોડનું નુક્સાન થયું છે.












Click it and Unblock the Notifications
